Beauty hair fall problem drinking 1 juice
  • Home
  • Fashion & Beauty
  • ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો પીઓ આ જ્યૂસ

ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો પીઓ આ જ્યૂસ

 | 8:08 pm IST

આજકાલ ખરતા વાળની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો મોંઘામાં મોંઘી હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેનાથી કોઇ ખાસ ફરક પડતો નથી. ખરતા વાળનું એક કારણ તમારી ખરાબ ડાયેટ પણ હોય શકે છે. એવામાં તમારી ખાણીપીણીમાં બદલાવ કરવો જોઇએ. ડાયેટમાં અખરોટ, બીન્સ, પનીર, બદામ, કિશમિશ અને ખજૂરને સામેલ કરે. જો તમે નોન-વેજીટેરિયન છો તો ઇંડા અને માછલીનું સેવન કરી શકો છો. આજે અમે એક જ્યૂસ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થવાની સાથે-સાથે વાળમાં ચમક આવી જશે.

સામગ્રી
1/2 – બીટ
1 નંગ – ગાજર
1 નંગ – આંબળુ
1 નંગ – ટામેટું
2-3 પાન – પાલક
2-3 પાન – ફુદીનો
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ બીટ, ગાજર, આંબળું, ટામેટું, પાલક, ફુદીનો અને કોથમીરને એક ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને તેને પીસી લો. આ જ્યૂસનું સેવન મીઠું અને ખાંડ ઉમેર્યા વગર જ કરવું જોઇએ. જેનાથી થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે અને ખરતા વાળની સમસ્યાથી પણ કાયમ માટે છૂટકારો મળી શકે છે.