સૂતા પહેલા જરૂરથી લગાવો આ તેલ, નહીં તૂટે તમારા વાળ - Sandesh
NIFTY 11,424.70 +35.25  |  SENSEX 37,816.67 +150.87  |  USD 68.6600 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સૂતા પહેલા જરૂરથી લગાવો આ તેલ, નહીં તૂટે તમારા વાળ

સૂતા પહેલા જરૂરથી લગાવો આ તેલ, નહીં તૂટે તમારા વાળ

 | 4:06 pm IST

આજના સમયમાં દરેક મહિલાઓ વાળ ખરવા અને તૂટવાની સમસ્યાથી પરેશાન છે. તેનું સૌથી મોટું કારણ છે બદલાતી લાઇફ સ્ટાઇલ, ખરાબ ખાણીપીણીની આદત અને યોગ્ય રીતે વાળની સાચવણી ન કરવી. દરેક મહિલા સુંદર અને હેલ્ધી વાળની ઇચ્છા રાખે છે. જેના કારણે તે વાળથી સંબંધિત પરેશાનીથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઉપાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક જોવા મળતો નથી. આજે અમે તમને તમારા વાળ માટે કેટલાક ઉપાય જણાવીશું.. જેને અપનાવીને તમે વાળ લાંબા, ભરાવદાર અને હેલ્ધી થઇ શકે છે.

આ રીતે તેલ બનાવો
આ ખાસ તેલને બનાવવા માટે તમે 4 વિટામિન ઇ કેપ્સુલ, 2 ચમચી નારિયેળ તેલ, એક ચમચી બદામ તેલ અને 2 ચમચી કેસ્ટર ઓઇલ લો. હવે આ દરેક તેલને એક બોટલમાં મિક્સ કરી લો. તૈયાર છે તમારું બેસ્ટ હેર ઓઇલ.. જેનો ઉપયોગ કરવાથી તૂટતા વાળની સમસ્યા સહિતની સમસ્યાઓ દૂર થઇ શકે છે.

આ રીતે કરો તેલનો ઉપયોગ
અઠવાડિયામાં એક વખત રાત્રે સૂતા પહેલા આ ખાસ તેલને તમારા વાળમાં લગાવી લો. 10 મિનિટ હળવા હાથથી મસાજ કરીને તેને આખી રાત લગાવી રાખો. બીજા દિવસે વાળને શેમ્પુથી ધોઇને કન્ડિશનર લગાવી લો.

આ તેલ લગાવવાથી થતા ફાયદા
– આ તેલ તમારા વાળને હેલ્ધી રાખે છે અને સાથે ખરતા અને તૂટતા વાળની સમસ્યાને કાયમ માટે દૂર કરે છે.
– આ તેલ તમારા વાળના મૂળમાં PH લેવલને બરાબર કરવામાં મદદ કરે છે.
– તે સિવાય ખરતા વાળની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.
– તેમજ આ તેલથી તમારા વાળ સિલ્કી થવાની સાથે વાળને ચમકીલા બનાવશે.