Beauty Hair is more than necessary to put oil in excess hair fall
  • Home
  • Fashion & Beauty
  • માથામાં જરૂરિયાત કરતા વધારે તેલ લગાવો છો ચેતી જજો

માથામાં જરૂરિયાત કરતા વધારે તેલ લગાવો છો ચેતી જજો

 | 2:57 pm IST

વાળની મસાજ કે માલિશ એટલા માટે કરવામાં આવે છે કે તમારા વાળ ખરે નહીં અને મજબૂત બની જાય. પરંતુ કેટલીક મહિલાઓ સાથે એવું થાય છે કે માથાની માલિશ કરતા-કરતા તેમના વાળ ખરવા લાગે છે પરંતુ શુ તમે જાણો છો કે કયા કારણોસર તમારા વાળ ખરવા લાગે છે. કેટલીક વખત માથામાં માલિશ કરતા સમયે ઘણી એવી ભૂલો કરો છો જેનાથી તમારા મજબૂત વાળ પણ ખરવા લાગે છે . તો આવો જોઇએ એવી કઇ ભૂલો છે જેનાથી તમારા વાળ ખરવા લાગે છે.

તેલ લઇને ડાયરેક્ટ માલિશ
ખાસ કરીને મહિલાઓ એવું કરે છે કે તેલ લઇને ડાયરેક્ટ માલિશ કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે તેના વાળ ખરવા લાગે છે. એવામા તમારે પહેલા કાંસકાથી વાળને બરાબર ઓળી લો અને હળવા હાથથી મસાદ કરો. જેથી તમારા વાલ ખરશે નહી. વાળ ઓળી લીધા પછી તેમા તેલ લગાવવાથી યોગ્ય રીતે તેલ લગાવી શકાય છે અને આમ કરવાથી સહેલાઇથી વાળના મૂળ સુધી તેલ લગાવી શકાય છે તેમજ વાળમાં ગૂંચ પડતી નથી અને તે તૂટતા પણ નથી.

આંગળીઓથી તેલ લગાવવાથી
કેટલીક મહિલાઓ બાઉલમાં તેલ લે છે અને તેમા આંગળીઓમાં તેલ લઇને માથામાં માલિશ કરવાની શરૂ કરી દે છે આજ કારણથી વાળ ખરવા લાગે છે. વાળમાં ક્યારેય આંગળીની મદદથી તેલ ન લગાવવું જોઇએ. માથાના વાળમાં પાંથી પાડીને રૂની મદદથી તેલ નાખવું જોઇએ. રૂને તેલમાં ડૂબાડીને તેનાથી પાંથીમાં તેલ લગાવો. જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થશે અને વાળને યોગ્ય ન્યુટ્રિશન, હાઇડ્રેશન અને ઓઇલિંગનો પૂરો ફાયદો મળશે. આ રીતે તેલને વાળમાં લગાવવાથી ખોડાની સમસ્યાથી પણ છૂટકારો મળશે.

જરૂરિયાત કરતા વધારે તેલ લગાવવાથી
વાળમાં તેલ લગાવવું એક સારી વાત છે. પરંતુ જરૂરિયાત કરતા વધારે તેલ લગાવવું પણ હાનિકારક છે. વાળમાં વધારે પ્રમાણમાં તેલ લગાવવાથી તમારા પોર્સ બંધ થઇ જાય છે અને તેનાથી તમારા વાળનો ગ્રોથ રોકાઇ જાય છે. અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ લગાવવું જોઇએ. તે પછી વાળ ધોવાથી વાળમાં ચમક આવવાની સાથે ભરાવદાર પણ થશે.

તેલ લગાવ્યા પછી શેમ્પુ કરવાથી
ખાસ કરીને તમે કેટલીક જાહેરાતોમાં જોયું હશે કે સ્નાન કરવાના અડધા કલાક પહેલા માથામાં તેલ લગાવીને તમે શેમ્પુ કરશો તો તેનાથી તમારા વાળ સુંદર થઇ જશે પરંતુ તે યોગ્ય નથી. કારણકે તેલને વાળના મૂળમાં જવાના બે કલાક જેટલો સમય લાગે છે. જેથી તેલ લગાવ્યા પછી તરત શેમ્પુથી વાળ ન ધોવા જોઇએ. તેનાથી વાળ બરછટ થવાની સાથે ખરવા લાગે છે.