Beauty hair Itching problem take care hair
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માથામાં આવતી ખંજવાળથી પરેશાન છો તો આ રીતે લો વાળની કાળજી

માથામાં આવતી ખંજવાળથી પરેશાન છો તો આ રીતે લો વાળની કાળજી

 | 2:35 pm IST

ગરમીમાં પરસેવાના કારણે કેટલાક લોકોને વાળમાં ભેજ, ખંજવાળ, ફંગલ સંક્રમણ, માથામાં ફોલ્લી સહિતની સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યા પર ધ્યાન આપવાથી સ્કેલ્પ પર બેક્ટેરિયા ફેલાવા લાગે છે અને ત્વચામાં સંક્રમણ થઇ જાય છે. એવામાં આજે અમે તમને આ સમસ્યાઓથી બચવા માટે વાળની કાળજી કેવી રીતે કરવી તે અંગે કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું. જેનાથી વાળમાં આવતી ખંજવાળની સમસ્યાથી બચી શકાય છે.

વાળને યોગ્ય સમયે ધુઓ
ગરમીમાં વાળની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. જેથી વાળની કન્ડિશન જોઇને તેને સમયસર ધોવા જોઇએ. ખાસ કરીને જ્યારે તમે વધારે સમય બહાર પસાર કરો છો તો વાળ ધૂળ-માટીના સંપર્કમાં આવે છે તો તેને શેમ્પુથી ધોવા જોઇએ.

વાળ સૂકા રાખો
વાળમાં ભેજના કારણે બેક્ટેરિયા અને ફંગસ થવા લાગે છે. જેથી વાળ ધોઇ લીધા પછી તરત ન બાંધવા જોઇએ. તેને સૂકવીને બાંધો.

કાંસકો અને ટુવાલ શેર ન કરો
આ વસ્તુને શેર કરવાથી માથામાં ખોડો, બેક્ટેરિયલ સંક્રમણ, ખંજવાળ અને ફંગલ સંક્રમણ એક બીજાની ત્વચા સુધી પહોંચી શકે છે. જેથી આ સમસ્યાઓથી બચવા માટે કાંસકો અને ટુવાલને ક્યારેય પણ કોઇની સાથે શેર ન કરો.

ખંજવાળ આવવા પર કરો આ ઘરેલું ઉપાય
ટી ટ્રી ઓઇલ
ટી ટ્રી ઓઇલથી વાળના મૂળમાં ભેજ અને ખંજવાળની સમસ્યાથી રાહત મળે છે. તેનો ઉપયોગ કરવા માટે બે ચમચી ટી ટ્રી ઓઇલમાં એ ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરી લો. હવે તેને રૂની મદદથી વાળના મૂળમાં મસાદ કરો. એક અઠવાડિયામાં પરિણામ જોવા મળશે.

એલોવેરા
એલોવેરાનો ઉપયોગ કરવા માટે વાળના મૂળમાં જેલથી મસાજ કરો અને 15 મિનિટ પછી વાળને શેમ્પુથી ધોઇ લો. આ ઉપાય કરવાથી વાળમાં આવતી ખંજવાળની સમસ્યાથી રાહત મળી શકે છે .

એપ્પલ સાઇડર વિનેગર
આ ઉપાય કરવા માટે 3/4 પાણીમાં 1/4 સફરજનનું વિનેગર મિક્સ કરી લો અને તેનાથી વાળની માલિશ કરી શકો છો.