જૂઓની સમસ્યાનો 1 Weekમાં અંત લાવશે આ રામબાણ ઇલાજ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • જૂઓની સમસ્યાનો 1 Weekમાં અંત લાવશે આ રામબાણ ઇલાજ

જૂઓની સમસ્યાનો 1 Weekમાં અંત લાવશે આ રામબાણ ઇલાજ

 | 4:45 pm IST

વાળની કેર ન કરવા પર માથામાં જૂં પડી જાય છે.જે તમારા માથામાંથી લોહી ચૂસે છે. યોગ્ય સમય પર જૂને માથામાંથી બહાર ન નીકાળવા પર ખંજવાળ આવે છે અને ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે. વારંવાર ખંજવાળવાથી માથામાં ઇજા પણ થઇ શકે છે. તે સિવાય વાળમાં પડી ગયેલી જૂઓ તમારી પર્સનાલીટીને પણ ખરાબ કરી દે છે. એકવાર જો જૂઓ પડી જાય તો તેને નીકાળવી મુશ્કેલ થઇ શકે છે. વાળમાં જૂ પડવી કોઇ મોટી સમસ્યા કે બિમારી નથી.આવો જોઇએ કેવી રીતે તમે જૂઓની સમસ્યાને ખતમ કરશે.

લીમડાથી જૂઓની સમસ્યા કરો દૂર
એન્ટીબેક્ટેરિયસ અને જંતુનાશક ગુણોથી ભરપૂર લીમડાથી તમે જૂઓની સમસ્યા દૂર કરી શકો છો. આજે અમે તમને લીમડાનું એક એવું તેલ બનાવતા શીખવીશું, જેની મદદથી તમે અઠવાડિયામાં આ સમસ્યાને દૂર કરી શકો છો. તો આવો જોઇએ ઘરે કેવી રીતે લીમડાનું તેલ બનાવાય.

લીમડાનું તેલ બનાવવાની રીત

  • તાજા લીમડાના પાનને ધોઇને સૂકવી દો. તે બાદ તેમાં 1/2 નારિયેલ તેલ અને 3-4 લીમડાના પાન મિક્સ કરીને પીસી લો. તે બાદ તમે થોડીક વાર તેને ઉકાળી લો.હવે આ તેલ ઠંડુ કરીને તેને બોટલમાં ભરી દો.
  • રોજ લીમડાનું તેલ હળવું ગરમ કરીને થોડાક કલાકો માથામાં લગાવો. તે બાદ વાળને શાવર કેપ લગાવીને મૂકી દો. થોડાક કલાકોમાં કાંસકાથી વાળ ઓરીને મરી ગયેલી જૂઓ નીકાળી દો અને વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઇ લો. અઠવાડિયામાં રોજ તેનો ઉપયોગ કરવાથી જૂઓની સમસ્યાને જડમૂળથી ખતમ કરી દેશે.