ઘરે આ રીતે કરો હેર સ્પા, વધી જશે વાળની સુંદરતા - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ઘરે આ રીતે કરો હેર સ્પા, વધી જશે વાળની સુંદરતા

ઘરે આ રીતે કરો હેર સ્પા, વધી જશે વાળની સુંદરતા

 | 4:43 pm IST

હેર સ્પા દ્વારા શુષ્ક વાળને સોફ્ટ અને શાઇની બનાવી શકાય છે. પરંતુ તમારે આ ટ્રીટમેન્ટ માટે તમારે દરેક વખતે બ્યુટી પાર્લર જવું પડે છે. તમે ઇચ્છો તો ઘરે પણ હેર સ્પા કરી શકો છો. જાણો ઘરે કેવી રીતે હેર સ્પા કરી શકાય.

– સૌ પ્રથમ જૈતુનના તેલથી યોગ્ય રીતે વાળની મસાજ કરી લો. મસાજથી બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થશે અને રિલેક્સ ફીલ કરી શકો છો.

– મસાજ બાદ વાળને સ્ટીમ આપો. જો તમારા ઘરે સ્ટીમ મશીન નથી તો ટુવાલને નવશેકા પાણીમાં પલાળી રાખો. તે બાદ ટુવાથી વાળને બરાબર લપેટી દો. થોડીક વાર ટુવાલને લપેટીને રાખી મૂકો.

– વાળને સ્ટીમ આપ્યા બાદ માઇલ્ડ એટલે કે હળાવા શેમ્પુથી વાળ ધોઇ લો.

– વાળને ધોઇ લીધા પછી હેર સ્પા ક્રીમનો ઉપયોગ કરો. તેનાથી વાળની યોગ્ય રીતે મસાજ કરો. થોડીકવાર મસાજ બાદ સાદા પાણીથી વાળને ધોઇ લો. આ ક્રીમ સહેલાઇથી બજારમાં મળી શકે છે.

– પરંતુ ક્રીમ ખરીદતા પહેલા તમારા બ્યૂટી એક્સપર્ટથી જરૂરથી સલાહ લો. આ ક્રીમનો ઉપયોગ કર્યા બાદ આ વાતનું ધ્યાન જરૂરથી રાખો કે ઓછામાં ઓછા 48 કલાક સુધી શેમ્પુનો ઉપયોગ ન કરવો જોઇએ.

– જ્યારે વાળ 80 ટકા કુદરતી સૂકાઇ જાય ત્યારે વાળ પર કાંસકો ફેરવો. કેટલીક મહિલાઓ હેર ડ્રાયરનો ઉપયોગ કરીને વાળ સૂકા કરે છે. પરંતુ તેનાથી વાળને નુક્શાન પહોંચે છે માટે હેર ડ્રાયરનો ઉપયોગથી દુર રહેવું જોઇએ.