ઘરે જાતે બનાવો આ તેલ, વાળ થશે લાંબા અને ભરાવદાર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ઘરે જાતે બનાવો આ તેલ, વાળ થશે લાંબા અને ભરાવદાર

ઘરે જાતે બનાવો આ તેલ, વાળ થશે લાંબા અને ભરાવદાર

 | 6:35 pm IST

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય થઇ ગઇ છે. જોકે આ સમસ્યા દૂર કરવા માટે લોકો કેમિકલ્સ, હેર ટ્રાન્સપ્લાન્ટ અને સર્જરીનો સહારો લે છે. જો તમે પણ ખરતા વાળથી પરેશાન છો અને તેના માટે કુદરતી ઉપાય શોધી રહ્યા છો તો આ તેલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ તેલની મદદથી તમારા વાળ લાંબા અને ભરાવદાર થઇ જશે.

વાળ માટે આ તેલ બનાવવા માટે તમારે ફક્ત 5 વસ્તુઓની જરૂરત પડશે. જે સહેલાઇથી તમારા રસોડામાં મળી જશે, કઇ તે વસ્તુ છે જેનાથી તમે તેલ બનાવી શકશો.

સામગ્રી
6-7 લસણની કરી
2-3 સમારેલા આંબળા
1 નાની – સમારેલી ડુંગળી
3 ચમચી – કેસ્ટર ઓઇલ
4 ચમચી – નારિયેળ તેલ

બનાવવાની રીત
1 ) તેલ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં નારિયેળ તેલ અને કેસ્ટર ઓઇલ લઇને બરાબર મિક્સ કરો. તે બાદ તેમા સમારેલી લસણ, ડુંગળી અને આંબળા મિક્સ કરીને આ મિશ્રણને ધીમી આંચ પર આશરે 5 મિનિટ સુધી ગરમ કરો. હવે આ તેલને 1 કલાક રાખી મુકો. આ રીતે તૈયાર છે તમારું તેલ..
2 ) આ તેલને દરરોજ વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યાથી રાહત મળે છે અને વાળ ભરાવદાર થાય છે. તે સિવાય વાળના કારણે માથાની ત્વચા દેખાવવા લાગે છે તો નવા વાળથી તે કવર થઇ જશે. આ તેલ વાળની ચમક વધારવા માટે ખૂબ ફાયદાકારક છે. તો મોડું કર્યા વગર આજથી આ તેલનો ઉપયોગ કરી વાળને લાંબા અને ભરાવદાર બનાવો..