Beauty home made hair mask for long and growth hair
  • Home
  • Fashion & Beauty
  • ફક્ત 1 હોમમેડ હેર માસ્કથી વાળ થશે ઝડપથી લાંબા- ભરાવદાર

ફક્ત 1 હોમમેડ હેર માસ્કથી વાળ થશે ઝડપથી લાંબા- ભરાવદાર

 | 12:35 pm IST

લાંબા અને ભરાવદાર વાળ દરેક યુવતીઓને ખૂબ પસંદ હોય છે. કેટલીક યુવતીઓના વાળ કુદરતી લાંબા હોય છે. પરંતુ કેટલીક યુવતીઓ ખરતા વાળની સમસ્યાથી પરેશાન રહે છે. આજ કારણથી તેમના વાળ વધતા નથી. વાળનો ગ્રોથ ન વધવાનું કારણ બદલાતી લાઇફસ્ટાઇલ તેમજ વાળને લઇને રાખવામાં આવેલી બેદરકારી છે. જો તમે પણ લાંબા અને ભરાવદાર વાળ માટે કેટલાક ઉપાય કરો છો તો આજે અમે તમારા માટે એક ઘરેલું ઉપચાર લઇને આવ્યા છીએ. જેનાથી થોડાક દિવસમાં તમારા વાળની દરેક સમસ્યા દૂર થઇને વાળ ભરાવદાર અને લાંબા થઇ જશે.

સામગ્રી
1 મોટી ચમચી – નારિયેળ તેલ
1 મોટી ચમચી – ઓલિવ ઓઇલ
2 મોટી ચમચી – મધ
1 નંગ – ઇંડુ

બનાવવાની રીત
એક બાઉલમાં આ દરેક સામગ્રીને ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ માસ્કને તમે તમારા વાળના મૂળમાં લગાવી લો. ત્યાર પછી તેનાથી ધીમે-ધીમે હાથની મદદથી સર્કુલેશન મોશનમાં મસાજ કરો. આમ કરવાથી વાળ ઝડપથી ભરાવદાર થશે. આ માસ્ક તમે 30 મિનિટ સુધી લગાવી રાખો. તમે ઇચ્છો તો માસ્કને વધારે સમય પણ તમારા વાળમાં લગાવી શકો છો.