ઘરે સહેલાઇથી બનાવો સ્કિન ટોનર ચમકવા લાગશે તમારી ત્વચા - Sandesh
NIFTY 10,722.40 -19.30  |  SENSEX 35,297.71 +-21.64  |  USD 67.2725 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઘરે સહેલાઇથી બનાવો સ્કિન ટોનર ચમકવા લાગશે તમારી ત્વચા

ઘરે સહેલાઇથી બનાવો સ્કિન ટોનર ચમકવા લાગશે તમારી ત્વચા

 | 3:37 pm IST

વધતી ઉંમરની સાથે સાથે ત્વચામાં પણ ઘણાં બદલાવ આવે છે. વાતાવરણ, પ્રદુષણ અને હાનિકારક કેમિકલથી તમારા ચહેરા અને શરીરની અન્ય ત્વચા લચી પડે છે અને તેથી તેના પર કરચલીઓ પણ થઇ જાય છે. ત્વચા પર જામેલા તેલને સાફ કરવા માટે ટોનરનો ઉપયોગ કરવામાં આવે છે. જે ત્વચાને ટાઇટ બનાવે છે. ટોનર ત્વચામાં રહેલા બ્લડ સપ્લાયના પ્રમાણમાં વધારો કરે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ટોનર..

• તુલસીના પાનનું ટોનર સારુ ટોનર છે. જેનો ઉપયોગ સેંસિટિવ અને મિશ્રણ ત્વચા ધરાવતા લોકો કરી શકે છે. આ ટોનર તમે સહેલાઇથી બનાવી શકો છો. તેને બનાવવા માટે પાણીમાં તુલસીના પાનને પાણીમાં ઉકાળો. તે બાદ તેને ગાળી લો અને તેને રેફ્રીજરેટરમાં મુકી દો. તેમજ જરૂર પડે ત્યારે તમે આ ટોનરનો ઉપયોગ કરી શકો છો.
• આદુનું ટોનર બનાવવા માટે તમે પાણીમાં આદુને ઉકાળી લો. તે બાદ તેને ગાળી લો. અને આ પાણીને ફ્રીજમાં મુકી દો. તૈયાર છે તમારુ ટોનર.
• આદુ અને તુલસીને એક સાથે મિક્સ કરીને ટોનર બનાવી શકાય છે. આ ટોનરને તમે ફ્રીજમાં રાખી શકો છો. સૌ પ્રથમ તુલસી અને આદુને ચોખ્ખા પાણીમાં ઉકાળો અને તે બાદ પાણી ગાળી લો. આમ આ રીતે ટોનર ઝડપથી બની જશે.
• લીમડાના પાનથી પણ ટોનર બનાવી શકાય છે અને તેને બનાવીને ફીદમાં મુકી શકાય છે. આ ટોનર ખીલથી ઝડપથી ખીલથી છૂટકારો મળશે અને તમારી ત્વચામાં ચમક પણ આવશે.
• ટામેટાનું ટોનર બનાવવા માટે સૌ પ્રથમ ફ્રીજમાં મુકેલા ટામેટાનો જ્યૂસ નીકાળી લો અને તે બાદ ટામેટાના ટોનરને કોટનથી ચહેરા પર લગાવો. આ ટોનરની ઝડપથી ત્વચા પર અસર થાય છે. તેમજ ત્વચામાં તરત જ નિખાર આવે છે.
• ઉકળતા પાણીમાં 2 થી 3 ગ્રીન ટી બેગને એક કપમાં 30 મિનિટ માટે પલાળીને રાખો. તે બાદ તેને ગાળી લો અને રેફ્રીજરેટરમાં મૂકી દો. આમ કરવાથી તમે ઘરેજ સહેલાઇથી ટોનર બની જશે.
• શુદ્ધ તડબૂચનો રસ દરેક પ્રકારની ત્વચા માટે લાભદાયક છે. તમે આ જ્યૂસને સ્ટોર કરી શકો છો. તેમજ દિવસ પર તેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી સ્કીનને કોઇ નુક્શાન થતુ નથી.
• નારિયેલ પાણીનું ટોનર ડાર્ક સ્પોટનો ઇલાજ કરે છે અને સાથે જ ત્વચાને પણ સુંદર બનાવે છે. આ દરેક પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે. જોકે આ ટોનર સાધારણ અને સૂકી ત્વચા ધરાવનાર લોકો તેને ઉપયોગ કરે છે.
• સફરજન અને મધના ટોનર માટે એક સફરડજન અને મધની પેસ્ટ બનાવીને ચહેરા અને ગરદન પર લગાવી લો. તેને 10 મિનિટ રહેવા દો. તે બાદ સાધારણ પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારી ત્વચા પર ચમક આવશે.
• કાકડી અને દહી ઘરે બનાવવા માટેનું સારુ ક્લીન્સર છે. જે ઓઇલી સ્કિનને ટોન કરે છે. આ મિશ્રણને બનાવવા માટે કાકડી અને દહીને મિક્સ કરી સ્કિન પર લગાવો. 10 મિનિટ બાદ તેને પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારી ત્વચા સુંદર અને ચમકદાર બનશે.