એક મહીનામાં પીઠની કાળાશ દૂર કરવા ફોલો કરો આ Tips - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • એક મહીનામાં પીઠની કાળાશ દૂર કરવા ફોલો કરો આ Tips

એક મહીનામાં પીઠની કાળાશ દૂર કરવા ફોલો કરો આ Tips

 | 5:18 pm IST

સુંદર અને આકર્ષક પીઠ તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. પરંતુ વધારે યુવતીઓ પીઠ પર ધ્યાન આપતી નથી. જેના કારણે તેમની પીઠનો રંગ શ્યામ થઇ જાય છે અને પીઠ તેનું આકર્ષણ ખોઇ બેસે છે. પરંતુ તમે તમારા વ્યક્તિત્વને સુંદર બનાવવા માંગો છો તો તેના માટે ચહેરાની સુંદરતાની સાથે સાથે પીઠની સુંદરતા પણ એટલી જ જરૂરી છે. કારણકે તમે જ્યારે સાડી પહેરો છો તો તમારી શ્યામ પીઠ સુંદરતાને ખરાબ કરી શકે છે. જેથી આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છે. જેનો ઉપયોગ તમે તમારી પીઠની કાળાશ દુર કરવા કરી શકો છો.

  • એલોવેરા જેલના ઉપયોગથી તમે તમારી પીઠની કાળાશને સહેલાઇથી દૂર કરી શકો છો. જેના માટે એલોવેરા જેલને તમારી પીઠ પર લાગીવને એક કલાક રહેવા દો. તે બાદ તેને પાણીથી બરાબર સાફ કરી લો. જો તમે નિયમિત રીતે આમ કરો છો તો તેનાથી ધીમે- ધીમે તમારી પીઠ સાફ થવા લાગશે.
  • તમારી પીઠની કાળાશ દૂર કરવા માટે બદામનું તેલ હળવું ગરમ કરી પીઠ પર મસાજ કરો. આમ કરવાથી પીઠ પરની કાળાશ સહેલાઇથી દૂર થઇ જશે અને સાથે જ કોશિકાઓમાં રક્ત સંચારણમાં થવા લાગશે. આમ કરવાથી પીઠ સાફ થવાની સાથે – સાથે ચમકદાર અને આકર્ષક પણ દેખાવવા લાગશે.
  • બટેટામાં ભરપૂર પ્રમાણમાં બ્લીચિંગના ગુણ રહેલા છે. જેથી તે ત્વચાની કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. બટેટાના રસને તમારી પીઠ પર લગાવો અને તે સૂકાઇ જાય એટલે તેને ધોઇ લો. સતત એક અઠવાડિયું બટેટાના રસને તમારી પીઠ પર લગાવવાથી તમારી પીઠની ત્વચા સાફ થશે અને તેમા ચમક આવશે.