1 weekમાં આ ઉપાયથી નાક પરના બ્લેકહેડ્સ કરો દૂર - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 1 weekમાં આ ઉપાયથી નાક પરના બ્લેકહેડ્સ કરો દૂર

1 weekમાં આ ઉપાયથી નાક પરના બ્લેકહેડ્સ કરો દૂર

 | 6:40 pm IST

 

બ્લેકહેડ્સની સમસ્યા દરેક પ્રકારની ત્વચા પર હોય છે. તે પછી ઓઇલી ત્વચા હોય કે ડ્રાય ત્વચા દરેક લોકોને આ સમસ્યા રહે છે. બ્લેક હેડ અને વ્હાઇટ હેડ બે રૂપમાં ચહેરા પર દેખાય છે. સામાન્ય રીતે તે નાક, ગરદન, પીઠ, ચેસ્ટ અને માથા પર વધારે હોય છે. હોર્મોનલ ડિસઓર્ડરના કારણે પણ ઘણા લોકોને બ્લેક હેડ્સવી સમસ્યા થવા લાગે છે. તેનું મુખ્ય કારણ તેલ ગ્રંથિઓમાંથી તેલ વધારે નીકળવું. રોમછિદ્રો બંધ થવા તેમજ બ્લેક હેડ્સ બને છે. આ સમસ્યાને દૂર કરવા લોકો ઘણી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ અસર થતી નથી. તો આવો જોઇએ ઘરેલું ઉપચારથી કેવી રીતે બ્લેક હેડ્સની સમસ્યાથી રાહત મળે છે.

  • બ્રાઉન શુગર કુદરતી હર્મેંટ છે.જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. જેથી ડેડ ત્વચા સહેલાઇથી નીકળી જાય છે અને રોમછિદ્ર સાફ થઇ દાય છે. તેમજ મધમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે બ્લેકહેડ્સ દૂર કરી ત્વચાને પોષણ આપે છે.આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી ચમચી બ્રાઉન શુગર, લીંબુનો રસ અને 1 મોટી ચમચી મધ ઉમેરો. આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને તમારી ત્વચા પર લગાવો અને 15 મિનિટ બાદ પાણીથી ચહેરો બરાબર સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી બ્લેક હેડ્સની સમસ્યાથી રાહત મળે છે.
  • મીઠું પણ ત્વચા પરના બ્લેકહેડ્સ દૂર કરવામાં ખૂબ મદદગાર છે.તેના બારીક દાણા ત્વચા પર થનારા બ્લેકહેડ્સને યોગ્ય રીતે સાફ કરે છે. એક ચમચી મીઠુમાં એક ચમચી લીંબુ અને એક ચમચી પાણી મિક્સ કરો. આમ આ મિશ્રણને ધીમે ધીમે ચહેરા પર લગાવો 10 મિનિટ બાદ હળવા હાથે માલિશ કરી આ પેકને ચહેરા પરથી હટાવી દો અને નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો.
  • બ્લેકહેડ્સના ઇલાજમાં બેકિંગ સોડા ખૂબ ઉપયોગી પદાર્થ છે. તે ત્વચાથી ઇમ્પુરિટી જેવા કરચાને સાફ કરવામાં મદદ કરે છે. લીંબુનો રસ છિદ્રોને ઓછા કરવામાં મદદ કરે છે. સાથે જ ત્વચામાં ચમક લાવે છે. તો સૌ પ્રથમ 2 મોટી ચમચી બેકિંગ સોડા, લીંબુનો રસ અને થોડૂક કાચુ દૂધ મિક્સ કરો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. હવે તેને ચહેરા પર 5 મિનિટ લગાવી રાખો. તે બાદ તમારી આંગળીઓ વડે ચહેરા પર માલિશ કરીને લગાવેલો પેક રગડીને નીકાળી દો. હવે તેને સાફ પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં એક વાર આમ કરવાથી બ્લેક હેડ્સની સમસ્યાથી છૂટકારો મળે છે.