ઢીંચણ અને કોણીની કાળાશ મિનિટોમાં થશે દૂર,અજમાવો ઘરેલું નુસખા - Sandesh
NIFTY 10,456.55 -88.95  |  SENSEX 34,018.89 +-278.58  |  USD 64.0750 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઢીંચણ અને કોણીની કાળાશ મિનિટોમાં થશે દૂર,અજમાવો ઘરેલું નુસખા

ઢીંચણ અને કોણીની કાળાશ મિનિટોમાં થશે દૂર,અજમાવો ઘરેલું નુસખા

 | 4:54 pm IST

યુવતીઓ હંમેશા તેમના ચહેરાને સુંદર બનાવી લે છે પરંતુ તેમની કોણી અને ઢીંચણ પર ધ્યાન આપતી નથી. જેનાથી ત્વચામાં સુસ્તપણુ, હોર્મોન અસંતુલન, સૂરજના હાનિકારક કિરણો અને સ્થૂળતાને કારણે ઢીંચણ અને કોણીનો રંગ શ્યામ થઇ જાય છે. યુવતી કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રીમ્સ ટ્રાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. પરંતુ અમૂક ઘરેલૂં ઉપાયથી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દૂર કરી શકો છો. તો આવો જોઇએ કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા અસરદાર ઘરેલૂ ઉપાય..

1 લીંબૂ અને બેકિંગ સોડા
લીંબૂના રસ અને બેકિંગ સો઼ડાને બરાબર પ્રમાણમાં મિક્સ કરી કાળાશ વાળી જગ્યા પર સ્ક્રબની જેમ ઉપયોગ કરો. તે બાદ પાણીથી તેને સાફ કરી મોઇસ્ચરાઇઝ કરો. આ ત્વચાની ખરાબ સ્કિન નીકાળીને તેની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

2 એલોવેરા
2 ટમચી એલોવેરામાં 1/2 કપ દહીં મિક્સ કરીને તેને ઢીંચણ અને કોણી પર 15-30 મિનિટ સુધી લગાવીને પાણીથી સાફ કરી લો. આ સ્કિનને મોઇસ્ચરાઇઝ કરીને કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

3 હળદર
હળદરમાં 1 ચમચી મલાઇ મિક્સ કરીને કોણી અને ઢીંચણ પર લગાવી સૂકાવા દો. તે બાદ તેને ગરમ પાણીથી સાફ કરો. તેને લગાવવાથી થોડાક દિવસોમાં કાળાશ ગાયબ થઇ જશે.

4 ચણાનો લોટ
1.5 ચમચી ચણાના લોટમાં 1 ચપટી હળદર, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી દૂધ અને 1/3 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી કાળાશ વાળી જગ્યા પર લગાવો. તે બાદ ગરમ પાણીથી તેને સાફ કરી લો.

5 ખાંડ
ખાંડ,ઓલિવ ઓઇલ, કે બદામનું તેલ યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને સ્ક્રબની જેમ કોણી અને ઢીંચણ પર લગાવો. સ્ક્રબ કર્યા બાદ તેને થોડીક મિનિટ બાદ તેલથી મસાજ કરો.

6 મઘ
1 ચમચી મધમાં 1 ઇંડુ, 1 ચમચી ઓટમીલ મિક્સ કરો. તેને 30 મિનિટ સુધી કોણી અને ઢીંચણ પણ લગાવી ધોઇ નાખો. અઠવાડિયામાં 2 વખત તેને લગાવવાથી કાળાશ થોડાક સમયમાં જ દૂર થઇ જશે.