Beauty Home remedies to try to remove a blackened elbow like milk
  • Home
  • Fashion & Beauty
  • કાળી પડી ગયેલી કોણીને દૂધ જેવી ધોળી કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર

કાળી પડી ગયેલી કોણીને દૂધ જેવી ધોળી કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર

 | 1:10 pm IST

યુવતીઓ હંમેશા તેમના ચહેરાને સુંદર બનાવી લે છે પરંતુ તેમની કોણી અને ઢીંચણ પર ધ્યાન આપતી નથી. યુવતી કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રીમ્સ ટ્રાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. પરંતુ અમૂક ઘરેલૂં ઉપાયથી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દૂર કરી શકો છો. તો આવો જોઇએ કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા અસરદાર ઘરેલૂ ઉપાય..

લીંબૂ અને બેકિંગ સોડા

લીંબૂના રસ અને બેકિંગ સો઼ડાને બરાબર પ્રમાણમાં મિક્સ કરી કાળાશ વાળી જગ્યા પર સ્ક્રબની જેમ ઉપયોગ કરો. તે બાદ પાણીથી તેને સાફ કરી મોઇસ્ચરાઇઝ કરો. આ ત્વચાની ખરાબ સ્કિન નીકાળીને તેની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

એલોવેરા

2 ટમચી એલોવેરામાં 1/2 કપ દહીં મિક્સ કરીને તેને ઢીંચણ અને કોણી પર 15-30 મિનિટ સુધી લગાવીને પાણીથી સાફ કરી લો. આ સ્કિનને મોઇસ્ચરાઇઝ કરીને કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

હળદર

હળદરમાં 1 ચમચી મલાઇ મિક્સ કરીને કોણી અને ઢીંચણ પર લગાવી સૂકાવા દો. તે બાદ તેને ગરમ પાણીથી સાફ કરો. તેને લગાવવાથી થોડાક દિવસોમાં કાળાશ ગાયબ થઇ જશે.

ચણાનો લોટ

1.5 ચમચી ચણાના લોટમાં 1 ચપટી હળદર, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી દૂધ અને 1/3 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી કાળાશ વાળી જગ્યા પર લગાવો. તે બાદ ગરમ પાણીથી તેને સાફ કરી લો.

આ પણ જુઓ : રામમંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાંત સોમપુરા સાથે સંદેશ ન્યૂઝની વાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન