વધતી ઉંમર સાથે આ રીતે કરો વાળની સાચવણી - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • વધતી ઉંમર સાથે આ રીતે કરો વાળની સાચવણી

વધતી ઉંમર સાથે આ રીતે કરો વાળની સાચવણી

 | 7:49 pm IST

તમારી ઉંમરની સાથે ફક્ત તમારી ત્વચા, નખ કે બોડી શેપ નહી બદલાય પરંતુ વાળ પર તેની ખરાબ અસર પડે છે. તેને લાંબા સમય સુધી ભરાવદાર અને લાંબા રાખવા માટે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા વાળની ઉંમર પણ આ વાત પર નિર્ભર કરે છે. આવો જોઇએ કેવી રીતે વાળની સાચવણી કરવી જોઇએ.

રેગ્યુલર ટ્રિમ કરાવો
ટ્રિમિંગથી તમારા વાળ મજબૂત બને છે અને સાથે ડબલ વાળની પરેશાની પણ દુર થાય છે. દર બે મહીને તમારા વાળને ટ્રિમ કરાવો. રેગ્યુલર ટ્રિમથી ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે. તેમજ વાળ મજબૂત બને છે.

ડીપ-કંડિશનિંગ જરૂરી
અઠવાડિયામાં એકવાર ડીપ-કંડીશિંગ કરો. જેથી વાળ નરમ બને છે. ડિપ કંડિશનિંગ તમે પાર્લરમાં કે ઘરે જાતે કરી શકો છો. તે સિવાય મેથીના દાણાં અને દહીથી બનેલા માસ્કનો અઠવાડિયામાં એકવાર ઉપયોગ જરૂરથી કરો. તેનાથી વાળ હાઇડ્રેસ થશે અને સુંદર બનશે.

તડકાથી દૂર રહો
તડકાથી ફક્ત તમારી ત્વચા અને વાળને નુક્શાન પહોંચાડે છે. જ્યારે તમારા વાળ તડકામાં એક્સપોઝ થાય છે. તો હેર પ્રોટીન અને પિંગ્મેંટને નુક્શાન પહોંચાડે છે. તેમજ વાળ ડ્રાય થઇ જાય છે. એટલું જ નહી યુ વી રેજથી નીકાળનાર ફ્રી-રેડિકલ્સ તેને સમય પહેલા સફેદ બનાવે છે. તેનાથી બચવા માટે હંમેશા કેપ કે સ્કાર્ફથી વાળને કવર કરો.

માથાની ચામડીની સાચવણી
હેલ્થી વાળ માટે સ્કેલ્પની કાળજી પણ જરૂરી છે. ડ્રાય સ્કેલ્પથી ના ફક્ત ખો઼ડાની પરેશાની હોય છે. પરંતુ ઘણી વાર ખરતા વાળની સમસ્યાથી પસાર થવું પડે છે. કુદરતી ઓઇલની ઉણપથી તમારા વાળ ડ્રાય અને કમજોર થઇ જાય છે. જેથી કુદરતી બ્રિસલ્સ બ્રશનો ઉપયોગ કરો. તેાથી સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન વધશે અને સ્વસ્થ રહે છે. આ સ્કેલ્પમાં રહેલી ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

સ્ટાઇલિંગ ટૂલ્સનો ન કરો ઉપયોગ
જો તમે હીટ સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ કરો છો તો તમારી આદત બદલી લેજો, હેર સ્ટાઇલિંગ ટૂલ્સ તેના મોશ્ચુરાઇઝરને નુક્શાન પહોંચાડીને તેને ખરાબ અને ડ્રાય બનાવે છે. તેમજ તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને સ્ટાઇલિંગથી પહેલા હંમેશા હીટ પ્રોટેક્શન સ્પ્રે કે સીરમ એપ્લાય કરો.