Beauty How to Remove Dry hair And dandruff Follow Tips
  • Home
  • Fashion & Beauty
  • અતિશય માથામાં થઇ ગયો છે ખોડા, તો અજમાવો આ ઉપાય

અતિશય માથામાં થઇ ગયો છે ખોડા, તો અજમાવો આ ઉપાય

 | 4:36 pm IST

શિયાળામાં ત્વચા ડ્રાય થવી સામાન્ય વાત છે. જે રીતે શિયાળામાં હાથ-પગ, હોઠ તેમજ એડી ફાટી જવી એક સામાન્ય સમસ્યા છે. તે રીતે માથામાં ખોડો થવો પણ સામાન્ય વાત છે. માથાની ત્વચાની શિયાળામાં વધારે સાચવણી કરવાની જરૂરત હોય છે. જો તમે માથાની ડ્રાયનેસ પર ધ્યાન ન આપ્યું તો આ ઋતુમાં ખોડો સહેલાઇથી જાય છે. તો આવો જોઇએ શિયાળામાં કેવી રીતે ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવો જોઇએ.

– વાળને સ્વસ્થ રાખવા અને સમસ્યાઓથી બચવા માટે તેલની મસાજ જરૂરી છે. વાળમાં તેલ ન લગાવવાના કારણે ત્વચા ડ્રાય થઇ જાય છે. જેનાથી ખોડાની સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે તમે નારિયેળ તેલ, બદામ તેલ કે જૈતુન તેલની માલિશ કરી શકો છો તો માલિશ માટે હળવા નવશેકા તેલના ઉપયોગ કરવો જરૂરી હોય છે.

– ખોડાને દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. લીંબુમાં પ્રાકૃતિક ખટાશ હોય છે. જે ખોડાને સહેલાઇથી ખતમ કરી દે છે અને મધ ડ્રાયનેસને દૂર કરવામાં મદદ કરે છે. તેમા કોઇ તેલ મિક્સ પણ કરીને લગાવી શકાય છે.

– માથાની ત્વચાથી ડ્રાયનેસ દૂર કરવા માટે જૈતુનનું તેલ ખૂબ ફાયદાકારક હોય છે. તે ડ્રાય વાળ અને બરછટ વાળ માટે પણ ફાયદાકારક હોય છે. મધની સાથે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મધથી સંક્રમણ વિરોધીની સાથે સોજાના વિરોધી ગુણ પણ રહેલા છે.

– વિનેગર તમારા વાળની ડ્રાય થવાથી બચાવવામાં મદદ કરે છે અને તમારા માથામાંથી ખોડાની પરત દૂર કરે છે. જેના માટે વિનેગરથી તમે વાળ પર માલિશ કરો અને 15 મિનિટ માટે રાખી મૂકો. ત્યાર પછી શેમ્પુથી વાળને ધોઇ લો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી ડ્રાયનેસ ઓછી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.