આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપાય - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપાય

આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપાય

 | 7:39 pm IST

આજના સમયમાં દરેક યુવતીઓ સુંદર દેખાવા ઘણી બ્યૂટી ટ્રિટમેન્ટ કરતી રહે છે. ભાગદોડથી ભરેલી લાઇફમાં સ્ટ્રેસ અને પ્રદુષણના કારણે ચહેરા પર ઘણા ડાઘ પડી જાય છે. તેમજ ઓછી ઉંધ લેવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ આંખોની સુંદરતા છીનવી લે છે. તેમજ વધારે મેકઅપ કરવાથી આંખોની નીચેની ત્વચા ખરાબ થઇ જાય છે. સાથે જ આંખો પર ખરાબ અસર પડે છે. આંખોની નીચે ડાર્ક સર્કલથી મહિલાઓજ નહી પુરૂષો પણ ઘણા પરેશાન છે. તો આવો જોઇએ ઘરેલૂં ઉપચારથી આ ડાર્ક સર્કલથી છૂટકારો કેવી રીતે મળશે.

કાકડી
કાકડી ત્વચા માટે ઘણી લાભદાયી અને ઠંડી હોય છે. તે સ્કિનને ગોરી બનાવે છે. તો આંખ નીચે થયેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે કાકડીનો રસ આંખો નીચે લગાવી શકો છો. જેથી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલથી છૂટકારો મળી શકે છે.

ગુલાબ જળ
આ એક ઘરેલુ ઉપાય છે. જેનો એક રીતે ક્લીનિંગ વોટરની જેમ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે રોજ તમારા ચહેરા પર ગુલાબ જળ લગાવશો તો તમારો ચહેરામાં ચમકની સાથે સુંદર પણ લાગશે. તેમજ આંખ નીચેના ડાર્ક સર્કલથી રાહત મળશે઼.

ફુદીનાના પાન
ફુદીનાના પાનની પેસ્ટ બનાવી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ પર લગાવવાથી ઘણી રાહત મળે છે. તેમજ કાળાશ દૂર થાય છે. તેમજ આંખોને ઠંડકની સાથે આંખોની રોશની પણ તેજ થાયછે.

ચણાનો લોટ અને દહીં
આંખોની પાસે દહી અને ચણાના લોટની પેસ્ટ રોજ લગાવવાથી ડાર્ક સર્કલનો રંગ આછો થાય છે. જો તમે દરરોજ આ ઉપાય કરશો તો થોડાક જ દિવસમાં તમારી આંખ નીચે થયેલ ડાર્ક સર્કલ સહેલાથી દૂર થઇ જશે.

ટી બેગ
ટી-બેગને થોડીક વાર પાણીમાં પલાળીને ફ્રિજમાં રાખી દો. ઠંડી થવા પર ટી બેગને આંખો પર મૂકી દો. રોજ 10 મિનિટ આમ કરવાથી ઝડપથી આંખ નીચે થયેલી કાળાશ દૂર થશે.