Beauty How To remove Nose blackheads backing soda and Steam
  • Home
  • Fashion & Beauty
  • નાક પરના બ્લેકહેડ્સ લાગે છે વધારે ખરાબ, તો કરો આ દેશી ઇલાજ

નાક પરના બ્લેકહેડ્સ લાગે છે વધારે ખરાબ, તો કરો આ દેશી ઇલાજ

 | 3:05 pm IST

ધૂળ-માટીના કારણે સુંદરતાથી સંબંધિત કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. બ્લેકહેડ્સ પણ તેમાથી એક છે. ખાસ કરીને લોકોને બ્લેકહેડ્સ નાક પર જ થાય છે. જે ચહેરાની સુંદરતા પર ડાઘ સમાન છે. તો તમે આ સુંદરતાને પરત મેળવવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ કોઇ ફાયદો થતો નથી. એવામા તમે કેટલાક ઘરેલું ઉપાય કરીને બ્લેકહેડ્સ દૂર કરી શકાય છે. તો આવો જોઇએ કેવી રીતે બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.

સ્ટીમ

બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ લો. સ્ટીમ લેવાથી ત્વચા મુલાયમ થઇ જાય છે. તે પછી બ્લેકહેડ્સને દબાવીને સ્કિનમાંથી બહાર નીકાળી લો.જ્યારે બ્લેકહેડ્સ નીકળી જાય તો ચહેરાને ટુવાલથી સાફ કરી લો.

બેકિંગ સોડા

એક બાઉલમાં બે ચમચી બેકિંગ સોડા લઇને તેમા પાણી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવી લો. થોડીક મિનિટ માટે સૂકાવા દો. હવે આ પેસ્ટ સૂકાઇ જાય તે પછી ઠંડા પાણીથી તેને ધોઇ લો. થોડાક દિવસ સુધી આમ કરવાથી બ્લેકબેડ્સ દૂર થઇ જાય છે.

લીંબુનો રસ

લીંબુનો સ્ક્રબ લગાવવાથી બ્લેકહેડ્સ દૂર થઇ જાય છે. એક બાઉલમાં મધ, દહીં, મીઠું, ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. જ્યારે તે સૂકાઇ જાય તે પછી ચહેરાને ધોઇ લો. જેને અઠવાડિયામાં બે વખત લગાવવાથી ખૂબ ફાયદો મળે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન