Beauty How To Remove private part Darkness, these things are special
  • Home
  • Fashion & Beauty
  • પ્રાઇવટે પાર્ટ થઇ ગયા છે અતિશય કાળા તો આ વસ્તુઓ છે ખાસ

પ્રાઇવટે પાર્ટ થઇ ગયા છે અતિશય કાળા તો આ વસ્તુઓ છે ખાસ

 | 3:39 pm IST

શરીરમાં પ્રાઇવેટ પાર્ટની સફાઇ ખૂબ જરૂરી છે. પરસેવો અને ફંગલ ઇન્ફેક્શનનના કારણે ઘણી વાર પ્રાઇવેટ પાર્ટની કાળાશને લઇને યુવતીઓ પરેશાન રહે છે. ઘણા લોકો અંહી સફાઇને શરીરના અન્ય અંગની તુલનામાં ઇગ્નોર કરે છે. પરંતુ જો સ્વિમિંગ વેર પહેરવાનું પસંદ કરો છે તે લોકો બિકીની એરિયાની સફાઇ અને કાળાશ દૂર કરવાને લઇને વધારે કોન્શિયસ હોય છે. જરૂરી નથી કે તમે દર વખતે બ્યુટી પાર્લર જઇને પ્રાઇવેટ પાર્ટની સફાઇ કે બ્લીચ કરાવો. ઘરે બેઠા પણ ઘણા ઘરેલું ઉપચારથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરી શકો છો.

બટેટાનો રસ

બટેટાના રસથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર થાય છે. બટેટામાં કેટાકોલિસ નામનું એન્જાઇમ હોય છે. જે જલદી કાળા ડાઘને દૂર કરે છે. દરરોજ સ્નાન કરતા પહેલા 10 મિનિટ સુધી બિકિની લાઇન પર બટેટાનો રસ લગાવો. તમે બટેટાના રસ સાથે લીંબુનો રસ મિક્સ કરી શકો છો. આમ કરવાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ ઝડપથી દૂર થાય છે.

મધ-ખાંડ-લીંબુ

મધ, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી પ્રાઇવેટ પાર્ટ પર 15 મિનિટ સુધી લગાવી રાખો. તે બાદ પાણીથી ધોઇ લો. આમ એક અઠવાડિયું કરવાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર થઇ શકે છે.

એલોવેરાનો રસ

એલોવેરા ત્વચાને મુલાયમ અને હાઇડ્રેડ કરે છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. હવે તેને કોટનની મદદથી પ્રાઇવેટ પાર્ટ પર લગાવો. 20 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો.

હળદર-લીંબુ-દહી

1 ચમચી હળદર પાઉડરમાં 2 ચમચી લીંબુનો રસ અને દહી મિક્સ કરો. આ પેસ્ટને યોનિ ક્ષેત્ર પર 15 મિનિટ લગાવી રાખો. હવે તેને ઠંડા પાણીથી ધોઇ લો.

આ પણ જુઓ : સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન