Beauty How To Remove Unwanted Hair On Face, Follow Easy home remedy Tips
  • Home
  • Fashion & Beauty
  • શુ તમને પણ ચહેરા પર આવે છે અણગમતા વાળ, તો આ દેશી ઉપાયથી કરો દૂર

શુ તમને પણ ચહેરા પર આવે છે અણગમતા વાળ, તો આ દેશી ઉપાયથી કરો દૂર

 | 12:33 pm IST

આજકાલ ઘણા લોકો તેમની સુંદરતાને લઇને પરેશાન રહે છે. આપણે ઘણી વખત આપણા હાથ અને પગ પર વેક્સ કરીએ છીએ પરંતુ કેટલીક એવી મહિલાઓ છે જેને હાથ પગની સાથે ચહેરા પર પણ વાળ આવવા લાગે છે. જેને દૂર કરવા કેટલીક ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ કોઇ ફરક પડતો નથી. તો આજે અમે તમારા માટે કેટલાક દેશી ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે ચહેરા પરના વાળને સમસ્યાને દૂર કરી શકો છો.

હળદરનો પેક

હડપચીના વાળને દૂર કરવા માટે હળદરનો પેક સૌથી ઉત્તમ ઘરેલુ ઉપચાર છે. દૂધમાં એક ટેબલસ્પૂન હળદર મિક્સ કરવી તથા આ મિશ્રણને ચહેરા પર લગાવવું. 15 મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરાને સાફ કરી લેવો.

ખાંડ અને લીંબૂનું સ્ક્રબ

ખાંડ અને લીંબૂને મિક્સ કરીને બનાવેલું સ્ક્રબ વાળને દૂર કરવા માટે બીજો સૌથી ઉત્તમ રસ્તો છે. આ પેસ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ખાંડ મૃત ત્વચાને દૂર કરે છે જ્યારે લીંબુ વાળના રંગને ઝાંખા કરે છે.

ટામેટા અને ચણાનો લોટ સ્ક્રબ

2 ટેબલસ્પૂન ચણાના લોટમાં ટામેટાનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને હડપચી પર 15 મિનિટ સુધી લગાવી રાખવો. આ પેકને ચહેરા પરથી દૂર કરશો તો તમે જોઇ શકશો કે આ પેકની સાથે જ તમારા ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.

લીંબુ અને ચણાના લોટનું સ્ક્રબ

ચણાના લોટમાં લીંબૂનો રસ મિક્સ કરવો. આ બંન્ને મિશ્રણને હડપચીના અણગમતા વાળને દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ મિશ્રણને પોતાના ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખવું ત્યાર પછી ચહેરાને સાફ પાણી વડે સાફ કરી લેવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન