એક અઠવાડિયામાં દૂર કરો ચહેરા પરની કરચલીઓ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • એક અઠવાડિયામાં દૂર કરો ચહેરા પરની કરચલીઓ

એક અઠવાડિયામાં દૂર કરો ચહેરા પરની કરચલીઓ

 | 6:45 pm IST

વધતી ઉંમરની સાથે લોકોને ચહેરા પર કરચલી પડવાનું ટેન્શન થવા લાગે છે. જોકે ચહેરા પરની કરચલીઓ એક સામાન્ય સમસ્યા છે. જેની અસર વધતી ઉંમરની સાથે ચહેરા પર દેખાવા લાગે છે. કારણકે વધતી ઉંમરની સાથે સ્ટેમ કોશિકાઓને સક્રિય બનાવવાની શરીરની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. સાથે જ નવી કોશિકાઓનો વિકાસ નથી થતો અને ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે.

• કરચલીની સમસ્યા દૂર કરવા માટે લીંબુ મહત્વનો ભાગ ભજવે છે. અડધા કપ લીંબમાં અડધી ચમચી હળદળ અને 2 ચમચી ચણાનો લોટ મિક્સ કરી એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને આશરે 15થી 20 મિનિટ સુધી સૂકાવા દો. તે બાદ ધોઇ લો. અઠવાડિયામાં 2-3 વાર આમ કરવાથી કરચલીઓથી છૂટકારો મળશે.
• ચહેરાના જે ભાગમાં કરચલીઓ છે, ત્યાં 5થી 10 મિનિટ સુધી સતત લીંબુ લગાવો.થોડાક દિવસ નિયમિત રીતે લીંબુ લગાવશો તો ચહેરા પરથી કરચલીઓ દૂર થશે અને ચહેરા પર ચમક આવશે.
• સફરજન પણ કરચલીઓ માટે ખૂબ ફાયદાકારક છે. સફરજનના પલ્પને ચહેરા પર બરાબર લગાવી મસાજ કરો. દિવસમાં 2-3 વાર તેનો ઉપયોગ કરવાથી ચહેરો સુંદર બનશે તેમજ કરચલીઓથી રાહત મળશે.
• કરચલીઓ દૂર કરવા માટે મલાઇનો પણ ઉપોયગ કરી શકાય છે. જેના માટે મલાઇમાં 3-4 બદામ પીસીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેકને રાતને સૂતા પહેલા ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો. સવારે ચહેરો ધોઇ લો.
• ટામેટા પણ ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માટે બેસ્ટ ઉપાય છે. ટામેટાના પલ્પને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો. જેનાથી તમારા ચહેરા પરની કરચલીઓ દૂર થશે અને સાથે જ ચહેરા પર ચમક આવશે.