Beauty How to ruff hair make silky at home know egg lemon juice home remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • બરછટ વાળને બનાવવા છે ચમકીલા તો ઘરે કરો આ અસરકારક ઉપાય

બરછટ વાળને બનાવવા છે ચમકીલા તો ઘરે કરો આ અસરકારક ઉપાય

 | 3:06 pm IST

મહિલાઓ આજકાલ તેમના વાળની ખૂબ જ કાળજી લેતી હોય છે. પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની આદતને કારણે 10 માંથી 8 લોકોને વાળની સમસ્યા હોય છે. જો તમારા વાળ બરછટ થઇ ગયા હોય તો અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે બરછટ વાળને સિલ્કી બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બરછટ વાળને સિલ્કી..

સામગ્રી

2 મોટી ચમચી – દહીં
2 નંગ – ઇંડા
1 નંગ – કેળુ
2 ચમચી – લીંબુનો રસ
1 ચમચી – ઓલિવ ઓઇલ

બનાવવાની રીત

સૌ પ્રથમ દહીં, ઇંડા, કેળા, લીંબુ અને ઓલિવ ઓઇલને બાઉલમાં મિક્સ કરી લો હવે આ મિશ્રણને તેને વાળમાં લગાવો. ત્યારબાદ અડધો કલાક પછી વાળને બરાબર ધોઇ લો. ધ્યાન રહે કે, વાળ ધોયા બાદ કન્ડિશનર ન લગાવવું. આ ઉપાય તમે સતત અઠવાડિયું કરશો તો થોડાક દિવસમાં ફરક જોવા મળી શકે છે.

તમને જણાવી દઇએ કે, ઇંડા બાયોટિન વગેરેથી સમૃદ્ધ હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. દહીં એ સૌમ્ય શુદ્ધિકારક છે જે માથાના છિદ્રોને સાફ કરે છે. આ સાથે દહીં વાળને વધારે છે તેમજ વાળને સિલ્કી અને ચમકીલા બનાવે છે. બરછટ અને ખરતા વાળ પર કેળા અને ઓલિવ-ઓઇલ ખૂબ જ સારુ પરિણામ મળે છે.

આ પણ જુઓ : સુરત, અમદાવાદ બાદ વડોદરામાં માસ ક્વોરન્ટાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન