Beauty If you have foot corn problem than follow tips
  • Home
  • Fashion & Beauty
  • કેમ થાય છે પગમાં કપાસી? કારણ જાણીને ઓછા ખર્ચે ઘરે જ કરો ઉપાય

કેમ થાય છે પગમાં કપાસી? કારણ જાણીને ઓછા ખર્ચે ઘરે જ કરો ઉપાય

 | 3:07 pm IST

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા.. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ કરાવે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે કપાસી તેમજ કણીની સમસ્યા દૂર કરી શકો છો.

કપાસી થવાના કારણો

ટાઇટ જૂતા પહેરવા
ખાસ કરીને ઉંચી એડીના સેન્ડલ પહેરવા
કલાકો સુધી ઉભા રહેવાથી
મોજા વગર જૂતા પહેરવાથી
ચંપલ વગર ફરવાથી

મુલેઠી

કપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી કોઇ ઔષધીથી ઓછી નથી. એક ચચમી મુલેઠીમાં સરસિયું મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લે. ત્યાર પછી સવારે ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઇ લો. થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી આ સમસ્યાથી રાહત મળશે.

સફેદ વિનેગર

વિનેગર પણ પગની ઇજા એટલે કોર્ન્સને સહેલાઇથી દૂર કરે છે. કોટનને રૂમાં ડૂબાડીને તેને કપાસી પર લગાવો. અને તેને પર ટેપ ડક્ટ ડેટ લગાવીને 3-4 કલાક સુધી રહેવા દો.

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં રહેલા એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ કપાસીને સારી કરી દે છે. એક રૂ લો અને તેમા ટી ટ્રી ઓઇલના 3-4 ટીંપા ઉમેરી લો અને ત્યાર પછી તેને કપાસી પર લગાવી લો. આખી રાત તેને લગાવી રાખો ત્યાર પછી પગ ધોઇ લો.

લસણ

લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના ગુણ રહેલા છે. કપાસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લસણની કળીને શેકી લો અને તેમા લવિંગ મિક્સ કરીને તેનો પાઉડર બનાવી લો. તેને પગ પર લગાવીને પટ્ટી બાંધી દો. આખી રાત તેને રહેવા દો. આ ઉપાયથી તરત જ રાહત મળશે.