Beauty If you have oily skin then be so special
  • Home
  • Fashion & Beauty
  • ઓઇલી ત્વચા હોય તો આટલું ખાસ ધ્યાન રાખો

ઓઇલી ત્વચા હોય તો આટલું ખાસ ધ્યાન રાખો

 | 12:14 pm IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

ત્વચા સુંદર રહે એ માટે તેની નિયમિત માવજત કરવી જરૂરી છે. આના માટે જરૂરી નથી કે સૌંદર્ય પ્રસાધનોનો જ ઉપયોગ કરો. નિયમિત ઊંઘ, તાજાં ફળ અને શાકભાજીનું સેવન ત્વચાના પ્રકાર મુજબ કરવાથી તેની સુંદરતા વધુ નિખરે છે.

ઓઈલી ત્વચાની સંભાળ  

ઓઈલી સ્કિન મોઢું ધોયા પછી એક-બે કલાકમાં ચીકણી થવા માંડે છે. ઓઈલી સ્કિન આમ તો સોફટ હોય છે, પણ ઓપન-પોર્સ (ખુલ્લાં છિદ્રો)ની સમસ્યા થઈ શકે છે ઓઈલી સ્કિન પર કરચલીઓ જલદી પડતી નથી, પણ બ્લેકહેડ, વ્હાઈટહેડનો પ્રોબ્લેમ થઈ શકે છે. તે માટે આવી સ્કિનની વિશેષ માવજત કરવી ખૂબ જરૂરી છે.

ઓઈલી સ્કિનની રૂટિન કેર સવારે ક્લીનઅપ

કાકડીના રસથી સ્કિનને સાફ કરો.

ટોનિંગ

લેમન જ્યૂસને સ્કિન પર લગાવી ૫-૧૦ મિનિટ રાખી ઠંડા પાણીથી ધોઈ લો.

મોઇશ્ચરાઈઝિંગ

થોડું મધ લો. તેમાં દૂધ મિક્સ કરી ફેસ ઉપર લગાવો. ૫થી ૧૦ મિનિટ રાખો. પછી ફેસ ધોઈ લો.

મસાજ  

નોન ઓઈલી ક્રીમ અથવા મોઇશ્ચરાઈઝરથી મસાજ કરો.

ફેસ માસ્ક  

એક ચમચો મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. પછી તેને ફેસ અને નેક ઉપર લગાવો. આંખની આજુબાજુ આ ફેસ માસ્ક ન લગાવવું. ૧૫થી ૨૦ મિનિટ રાખ્યા બાદ ઠંડા પાણીથી ફેસ ધોઈ નાંખો.

  • ગાજરને બાફીને તેનો માવો તૈયાર કરો. ત્યારબાદ તેમાં સુખડનો પાઉડર નાંખો. પછી એમાં કાકડીનો રસ મિક્સ કરીને ફેસપેક તૈયાર કરો. આ પેકને ફેસ અને નેક ઉપર લગાવો. ૧૫થી ૨૦ મિનિટ રાખ્યા બાદ ફેસ ધોઈ નાંખો. તમે આ પેક અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવી શકો છો.
  • એક ચમચો ચણાનો લોટ લો. તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરો. પછી એમાં એક ચમચી મધ નાંખો અને સહેજ અડદનો લોટ મિક્સ કરો. ઓઈલી સ્કિન માટે આ એક સરસ પેક તૈયાર થઈ ગયો. આને ફેસ અને નેક ઉપર લગાવો. ૧૦ મિનિટ રાખ્યા બાદ ફેસ ધોઈ નાંખો.
  • આ રીતે જો તમે ઓઈલી સ્કિનની રૂટિન કેર કરશો તો તમારી સ્કિન ગુલાબની પાંખડીની જેમ ખીલી ઊઠશે અને તમે તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવા રાખી શકશો.

કેટલાક ઉપયોગી સૂચનો-  

  • દિવસમાં ત્રણથી ચાર વાર મોઢું ચોક્કસ ધૂઓ.
  • મેડિકેટેડ સોપ વાપરો.
  • ઓઈલી મેકઅપ ન કરો.
  • ત્વચા ઉપર ક્રીમ કરતાં માઈલ્ડ મોઇશ્ચરાઈઝર વાપરો.
  • રાત્રે સૂતાં પહેલાં એસ્ટ્રિન્જન્ટથી મોઢું સાફ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન