Beauty If you have waxing side effects than do sugaring follow tips
  • Home
  • Fashion & Beauty
  • વેક્સિંગ બાદ થઇ જાય છે ફોલ્લીઓ તો ટ્રાય કરો શુગરિંગ

વેક્સિંગ બાદ થઇ જાય છે ફોલ્લીઓ તો ટ્રાય કરો શુગરિંગ

 | 9:26 am IST

શુ તમે વેક્સિંગના બાદ ત્વચા પર ફોલ્લીઓ અને ચકામા થઇ જાય છે? એવામાં તમારે શુગરિંગ કરાવવું જોઇએ. આ અંગે બ્યુટી એક્ષપર્ટનું પણ કહેવું છે કે જો તમે જાણતા નથી કે શુગરિંગની અંગે તો અમે તમને જણાવીશુ કે તમારી ત્વચા માટે તે ખૂબ લાભદાયી છે.

શુગરિંગ શુ છે?

શુગરિંગ વેક્સિંગનો પ્રાકૃતિક ઉપાય છે. ઇન્ગ્રોન હેર અને ચકામા સહિતની સમસ્યાઓથી પરેશાન લોકો અણગમતા વાળને નીકાળવા માટે વેક્સિંગની જગ્યાએ શુગરિંગ કરાવી શકે છે. શુગરિંગમાં વેક્સિંગ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.શુગરિંગ કરનારા વ્યક્તિ શુગર પેસ્ટને વાળને ઉગવાની ઉલટી દિશામાં લગાવે છે અને તેને એક વિશેષ રીતથી તમારી ત્વચાથી છોડાવે છે અને વાળ નીકળી જાય છે તે પેસ્ટ લીંબુ, ખાંડ અને પાણીના મિશ્રણથી બને છે જે શરીરના કોઇપણ ભાગમાં ઉપયોગ કરી શકાય છે અને સુરક્ષિત હોય છે.

ઇન્ફેક્શનથી રાહત

શુગરિંગમાં પેસ્ટનો એક ગોળો બનાવવામાં આવે છે અને તેની મદદથી આખી પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે વેક્સિંગમાં મિશ્રણને વારંવાર ગરમ કરીને તેને અલગ-અલગ લોકો માટે ઉપયોગ કરવામાં આવે છે. શુગરિંગ બોલને ગોળ-ગોળ કરીને ત્વચાથી દૂર કરવામાં આવે છે. જેથી વાળ સાફ કરવામાં બેક્ટેરિયા છુપાઇ જાય છે અને બેક્ટેરિયા અને ઇન્ફેક્શન ફેલાતુ નથી.

ચકામા નથી થતા

શુગરિંહમાં તમારી ત્વચા પર લાલાશ કે ચકામા પડતા નથી કારણકે તેમા વાળને ખેંચીને નીકાળવામાં આવતા નથી એટલું જ નહીં પ્રાકૃતિક તત્વોનો ઉપયોગના કારણથી ત્વચામાં બળતરાનો પણ અનુભવ થતો નથી.

પેસ્ટ ત્વચા પર ચોંટતી નથી

વેક્સિંગ બાદ ત્વચા પર ચોંટેલુ વેક્સ અને તેના ડાઘ પણ તમારી સમસ્યા બની જાય છે.પરંતુ શુગરિંગમાં એવું થતુ નથી એટલુ જ નહીં પાણીમાં સહેલાઇથી મિક્સ થવાના કારણે સાફ થઇ જાય છે અને ત્વચા પર વેક્સ ચોંટતુ નથી. જો તે ત્વચા પર ચોંટી જાય છે ગરમ પાણી અને ટુવાલની મદદથી નીકાળી શકાય છે.

યોગ્ય પરિણામ મળે

પ્રાકૃતિક હોવાની સાથે-સાથે શુગરિંગનું પરિણામ પણ સારુ મળે છે. જ્યાં વેક્સિંગમાં ત્વચા પરથી વાળ તૂટી શકે છે. જ્યારે શુગરિંગમાં વાળ રોમકૂપોથી નીકળી જાય છે અને આજ કારણથી તેને ફરીથી ઉગવામાં સમય લાગે છે. વેક્સિંગમાં ખાસ કરીને ઘણા નાના વાળ નીકળી શકતા નથી અને ટ્રીટમેન્ટના 4-5 દિવસમાં નવા વાળ ઉગવા લાગે છે. પરંતુ શુગરિંગમાં એવુ થતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન