Beauty If you use old sponge while bathing, throw it immediately
  • Home
  • Fashion & Beauty
  • સ્નાન કરતા સમયે જૂના કૂચડાનો કરો છો ઉપયોગ તો ચેતી જજો, નહીંતર…

સ્નાન કરતા સમયે જૂના કૂચડાનો કરો છો ઉપયોગ તો ચેતી જજો, નહીંતર…

 | 2:02 pm IST

સ્નાન કરતા સમયે આપણા શરીરની ત્વચાનો તે ભાગ, જે માત્ર સાબુથી સાફ થઇ શકતો નથી. તેની સ્વચ્છતા માટે પહેલાના સમયમાં લોકો પથ્થરનો ઉપયોગ કરતા હતા. પોતાના પગની એડી તેમજ કોણીની સ્વચ્છતા પથ્થર રગડીને કરી લેતા હતા અને બાકી શરીરને કોઇ કપડામાં સાબુ લગાવીને પણ સાફ કરતા હતા. પરંતુ હાલ આ દરેક વસ્તુની જગ્યા કૂચડાએ લઇ લીધી છે. પરંતુ શુ તમે જાણો છો કે રોજ તમારા બાથરૂમમાં રાખેલો આ કૂચડો તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે રોજ કૂચડાનો ઉપયોગ કરો છો તો તેનો ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખવી જોઇએ. નહીંતર તમને અનેક પ્રકારના ચેપ લાગી શકે છે. આ અંગે તમે કેટલીક વાતો જાણશો તો ક્યારેય તમે તે કૂચડાનો ઉપયોગ કરશો નહીં.

કેમ કરવામાં આવે છે કૂચડાનો ઉપયોગ?

કૂચડો કોઇ જેલ કે બોડીવોશ લિક્વિડને પૂર્ણ રીતે બોડી પર સહેલાઇથી ફેલાઇ દે છે. તેના ઉપયોગથી સારી ફીઁણ બને છે. કૂચડો બોડી સ્ક્રબની પ્રક્રિયા કરે છે. તેનાથી શરીરની ઉપરની ગંદકી નીકળી જાય છે. કૂચડાના ઉપયોગથી સફાઇની સારી ફીલિંગ આવે છે. પરસેવો, મેલ કે અન્ય ગંદકીને કૂચડો સાફ કરી દે છે. તે સિવાય શરીર પર ફેલાતા બેક્ટેરિયાને પણ કૂચડાથી દૂર કરી શકાય છે.

– સ્કિન નિષ્ણાંત અને એક્ષપર્ટ માને છે કે કૂચડાનો ઉપયોગ વધારે હાનિકારક હોય શકે છે. તેનાથી તમારી ત્વચાને ફાયદાથી વધારે નુકસાન થાય છે. જેથી તેનો ઓછા પ્રમાણમાં કરવો જોઇએ.

– કૂચડા પર જેલ કે લિક્વિડ ફેલાયા બાદ અને પહેલા પણ તેને ભીનું કરવાનું હોય છે. તે વધારે સમય સુધી ભીનું રહે છે જેના કારણે તેની પર બેક્ટેરિયા, જીવાણું અને યીસ્ટ પેદા થઇ જાય છે.

– કૂચડામાં પેદા થયેલા બેક્ટેરિયા, જીવાણું અને યીસ્ટ તમારા શરીરમાં ફીણના સહારે ફેલાય જાય છે. તમે કૂચડાનો ઉપયોગ શરીરના દરેક અંગ પર કરો છો જ્યાંથી બેક્ટેરિયા ક્યારેક ક્યારેક પાણીના ઉપયોગથી ખતમ થતા નથી અને આગળ ફેલાય છે. આ રીતે ત્વચાનું ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. ઇન્ફેક્શન સિવાય તમારી ત્વચા પર ખીલ કે ફોલ્લીઓ પણ થઇ શકે છે.

– કૂચડાનો ઉપયોગ કરતા સમયે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનો તમે સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકો છો. સમસ્યા કૂચડામાં ભેજના કારણે ઉત્પન્ન થાય છે. એવામાં તમે કૂચડાને યોગ્ય રીતે સૂકવો. પંખામાં અને તડકામાં પણ સૂકવી શકો છો. તેમજ સમયાનુસાર બદલવો જોઇએ.