Beauty If you want long hair, then let the hair lemon treatment
  • Home
  • Fashion & Beauty
  • લીંબુમાં મિક્સ કરો આ વસ્તુઓ, વાળ બમણી ઝડપથી વધશે

લીંબુમાં મિક્સ કરો આ વસ્તુઓ, વાળ બમણી ઝડપથી વધશે

 | 9:37 am IST

આજકાલના ધૂળ અને પ્રદુષણના વાતાવરણમાં વાળનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ હોય છે. લાંબા અને શાઇની વાળ માટે લોકો પાર્લર કે મોંઘી ટ્રીટમેન્ટનો સહારો લેવો પડે છે. જોકે, કેટલાક ઘરેલુ નુસખા અજમાવીને તમે વાળને કુદરતી રીતે હેલ્ધી બનાવી શકો છો. એવામાં લીંબુ તમારા માટે કોઇ ભેટથી કમ નથી.

લીંબુના ઉપયોગથી તમે તમારા વાળમાં ચમક લાવી શકો છો. તેનાથી વાળ ભરાવદાર પણ થાય છે. લીંબુમાં વિટામીન સી હોય છે. જે કોલેજનના પ્રોડક્શનની સાથે હેર ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે. તેમા રહેલા કેટલાક પોષક તત્વોથી વાળ મજબૂત થાય છે. લીંબુ સ્કેલ્પને સાફ રાખવામાં મદદ કરે છે. આવો જોઇએ હેલ્ધી વાળ માટે લીંબુ કેવી રીતે ફાયદાકારક હોય છે.

લેમન જ્યૂસ ટ્રીટમેન્ટ

એક બાઉલમાં અડધા લીંબુનો રસ નીચવી લો. તમારા સ્કેલ્પમાં લીંબુના રસથી મસાજ કરો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. તે બાદ વાળને શેમ્પુથી ધોઇ લો. આમ કરવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

લેમન શેમ્પૂ

તેમા માટે તમે આશરે 5 ચમચી મહેંદી પાવડર અને એક ઇંડાને ગરમ પાણીમાં ઉમેરીને પેસ્ટ બનાવી લો. તેમા લીંબુ નીચવી લો. હવે આ મિશ્રણને વાળ પર લગાવી લો અને એક-બે કલાક રાખી મૂકો. તે બાદ શેમ્પુથી વાળ ધોઇ લો.

નારિયેળ પાણી અને લીંબુ

એક બાઉલમાં નારિયેળ પાણી અને લીંબુને મિક્સ કરી લો. આ પાણીથી સ્કેલ્પ પર મસાજ કરો. 20 મિનિટ રાખી મૂકો અને વાળને બરાબર ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન