Beauty In the next 7 days eyelashes growth do these thing
  • Home
  • Fashion & Beauty
  • 7 દિવસમાં પાંપણ થશે ભરાવદાર, રોજ કરો આ ત્રણ કામ

7 દિવસમાં પાંપણ થશે ભરાવદાર, રોજ કરો આ ત્રણ કામ

 | 12:31 pm IST

ભરાવદાર પાંપણ આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જે લોકોની પાંપણ નાની હોય તેમની આંખોની સુંદરતા ફિકી દેખાય છે. તમારી પાંપણની સુંદરતા વધારવા માટે યુવતીઓ કેટલા પ્રયોગો કરે છે. તે સિવાય ખાસ કરીને ઘણી યુવતીઓ નકલી પાંપણ પણ લગાવે છે. પરંતુ તમે ઇચ્છો તો કેટલીક ઘરેલું ટિપ્સ અપનાવીને પણ તમારી પાતળી પાંપણને ભરાવદાર બનાવી શકો છો. જેનાથી તમારા આંખો અને ચહેરો બન્ને સુંદર લાગશે.

કેસ્ટર ઓઇલ
રાત્રે સૂતા પહેલા આંખની પાંપણ પર કેસ્ટર ઓઇલ લગાવીને સૂઇ જાવ. નિયમિત રીતે તેને કેસ્ટર ઓઇલ લગાવવાથી થોડાક દિવસોમાં પાંપણ ભરાવદાર થઇ જશે અને ફરક જોવા મળે છે. સાથે જ આ ઓઇલ તમે આઇબ્રો પર પણ લગાવી શકો છો.

વિટામિન-ઇ
વિટામિન ઇ કેપ્સુલ સુંદરતા માટે બેસ્ટ માનવામાં આવે છે. જેથી વિટામિન-ઇની કેપ્સુલને તોડીને તેને પાંપણ પર લગાવી દો. જેનાથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે. વિટામિન ઇની કેપ્સુલ તમે ઇચ્છો તો આખી રાત લગાવીને સૂઇ શકો છો. નહીંતર તમે તેને 20 મિનિટ બાદ ધોઇ પણ શકો છો.

આઇ લિડ મસાજ
રિંગ ફિંગરની જેમ હળવી-હળવી મસાજ કરો. તથા મસાજ કરતા પહેલા આંગળીઓને બરાબર ધોઇ લો. જે આંખોની આસપાસના ભાગમાં લોહીના પ્રવાહને વધારશે. જેથી પાંપણ ભરાવદાર થશે.