Beauty Increasingly, the 'spa' trend, know its advantages
  • Home
  • Fashion & Beauty
  • જોરશોરથી વધી રહ્યો છે ‘સ્પા’નો ટ્રેન્ડ, જાણો તેના ફાયદા

જોરશોરથી વધી રહ્યો છે ‘સ્પા’નો ટ્રેન્ડ, જાણો તેના ફાયદા

 | 12:44 pm IST

સ્પાનો કોન્સેપ્ટ આ દિવસોમાં ઝડપથી પોપ્યુલર થઇ રહ્યો છે. જોકે, પહેલા લોકોને લાગતું હતું કે સ્પા એક મોંઘી ટ્રીટમેન્ટ છે. જ્યારે એવું નથી આ એક રિઝનેબલ પ્રાઇસ વાળી પ્રોસેસ છે. જે શરીરને અનેક પ્રકારના ફાયદા આપે છે. આજ કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષની અંદર તેને ફેશ્યિલ, મેનીક્યોર, પેડીક્યોર, ફુ્ટ મસાજ, ક્રીમ બાથ અને હેરને સારા રાખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તેમા શરીરને જરૂરત મુજબ થેરાપી આપવામાં આવે છે.

ચોકલેટ સ્પા
સુંદરતા વધારવામાં ચોકલેટ સ્પાનો ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમા મસાજ ક્રીમ અને માસ્ક માટે એક ખાસ પ્રકારની ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે. જે ત્વચાની કરચલી ફ્રી અને ડાઘ-ધબ્બાથી બચાવી રાખે છે.

હેર સ્પા
પોલ્યુશન, હેર ડ્રાયર તેમજ કેમિકલ પ્રોડક્ટસનો રોજ ઉપયોગ કરવાથી વાળની હાલત ખરાબ થઇ જાયસ છે. જેનાથી વાળ પાતળા થવા, તેમજ વાળ બરછટ થવાની સમસ્યા પણ થાય છે. જેથી હેર સ્પા ખૂબ ફાયદાકારક છે.

સ્પા જેવું બાથરૂમ
ઘરમાં સ્પા કરવું છે તો બાથરૂમમાં તેને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાવો. ટાઇલ્સનો રંગ આછો રાખો. ઘરમાં એકથી વધારે બાથરૂમ છે તો તેને કોઇ સ્પેશ્યિલ થીમ આપી શકો છો.

આ વાતોનું ધ્યાન રાખો
પોતાને રિલેક્સ કરવા માટે સ્પાનો યોગ્ય માહોલ બનાવવું જોઇએ. આ દરમ્યાન તમારો મોબાઇલ બંધ રાખો. જેથી તમને વચ્ચે ડિસ્ટર્બ ન થાય. થોડૂંક અજવાળું રાખો અને હળવું મ્યુઝિક રાખો. તેમજ સુંગંધ વાળી કલરફુલ કેન્ડલ પણ સળગાવી શકો છો.

સ્પાના ફાયદા
સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે સ્પાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. તેમા અનેક પ્રકારની મસાજ, બાથ, યોગ, મેડિટેશન, તેમજ કુદરતી ફૂડ દ્વારા શરીરથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે તેનાથી બોડી તેમજ ત્વચા બન્ને હેલ્ધી રહે છે.