Beauty It is beneficial for the face to eat this thing ...
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાની ગંદકી સાફ કરવા માટે આ વસ્તુ છે ખાસ, ખીલના ડાઘ નહીં રહે

ચહેરાની ગંદકી સાફ કરવા માટે આ વસ્તુ છે ખાસ, ખીલના ડાઘ નહીં રહે

 | 8:39 am IST

ગરમીમાં છાશ પીવાથી અઢળક ફાયદા થાય છે. છાશ સ્વાસ્થ્ય સહિત સુંદરતા માટે પણ ખૂબ લાભદાયી છે. તેનાથી ત્વચા સુંદર રહે છે. શરીરને ઠંડક આપનારી છાશ ત્વચાની સુંદરતા વધારવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. તો આવો જોઇએ કેવી રીતે છાશનો ઉપયોગ ચહેરા માટે કરી શકીએ અને તેનાથી શુ ફાયદાઓ થાય છે.

ચહેરાની ગંદકી સાફ કરવા

ત્વચા આખો દિવસ પ્રદુષણ અને સૂરજના હાનિકારક કિરણોનો સામનો કરવો પડે છે. એવામાં બે ચમચી છાશ, બદામનું તેલ અને ગુલાબજળને મિક્સ કરીને ચહેરા પર લગાવીને મસાજ કરો. તે બાદ સાદા પાણીથી ચહેરાને સાફ કરી લો. જેથી ત્વચામાં રહેલી ગંદકી નીકળી જશે.

ખીલ તેમજ કાળા ડાઘ

છાશમાં લૈક્ટિક એસિડ અને અલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે. જે ત્વચાને ગોરી બનાવવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી ખીલ તેમજ કાળા ડાઘ-ધબ્બાની સમસ્યાને પણ દૂર કરે છે. નારંગીની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લો. તે બાદ તેમા છાશ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથથી મસાજ કરો અને 20 મિનિટ માટે રાખી મૂકો. તે બાદ ચહેરાને સાદા પાણીથી સાફ કરી લો.

સનબર્નથી છૂટકારો

સનબર્નની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે આ પેકનો ઉપયોગ કરી શકો છો. જેના માટે છાશ અને ટામેટાના રસને મિક્સ કરીને અસરકારક ભાગ પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો. તે બાદ તાજા પાણીથી સાફ કરી લો. તેનાથી ત્વચાને ઠંડક મળશે અને સનબર્નની સમસ્યા પણ દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન