Beauty It is best to get rid of the problem of dandruff
  • Home
  • Fashion & Beauty
  • ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બેસ્ટ છે આ દેશી નુસખો

ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બેસ્ટ છે આ દેશી નુસખો

 | 4:36 pm IST

માથમાં ખોડો થવો એક સામાન્ય વાત છે. વાળની સ્વચ્છતા ન કરવાથી, તેલ ન લગાવવાથી કે હોર્મોનમાં અસંતુલન, વધારે પરસેવો આવવાથી કે તનાવના કારણે વાળમાં ખોડો થવા લાગે છે. તેના થવા પર વાળ ખરવા, વાળમાં ડ્રાયનેસ, ખંજવાળ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ દરેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તેમજ ખોડો દૂર કરવા માટે તમે આ નુસખો અજમાવી શકો છો.

સામગ્રી
2 નંગ – ડુંગળી
8-9 નંગ – લસણ
જરૂરિયાત મુજબ – એપ્પલ સાઇડ વિનેગર

બનાવવાની રીત
સૌ પ્રથમ બે ડુંગળીને છોલીને તેને ઝીણી સમારી લો અને તેમાં લસણ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને સુતરાઉ કપડામાં બાંધીને ગાળી લો. તેમાથી નીકળેલા રસમાં એપ્પલ સાઇડ વિનેગર મિક્સ કરી લો. હવે તેનાથી 5 મિનિટ સુધી મસાજ કરી લો. ત્યાર પછી તેને વાળમાં લગાવીને રાખી મૂકો. આમ કરવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તમારા વાળ લાંબા થાય છે.

ધ્યાન રાખવાની વાત
આ પેસ્ટને સ્ટોર કરવા માટે ફક્ત પ્લાસ્ટિક કે કાંચની બોટલનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો તેને તાંબા કે કોઇ અન્ય વાસણમાં પણ રાખો છો તો ડુંગળી, લસણ અને એપ્પલ સાઇડ વિનેગરનું મિશ્રણ ખરાબ થઇ શકે છે.