આ 1 ફુલથી માથામાં આવતી ખંજવાળની સમસ્યાથી 10 મિનિટમાં મળશે રાહત - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આ 1 ફુલથી માથામાં આવતી ખંજવાળની સમસ્યાથી 10 મિનિટમાં મળશે રાહત

આ 1 ફુલથી માથામાં આવતી ખંજવાળની સમસ્યાથી 10 મિનિટમાં મળશે રાહત

 | 4:13 pm IST

ગરમીમાં પરસેવો અને પ્રદુષણના કારણે માથામાં ખંજવાળ આવવાની સમસ્યા થઇ જાય છે. કેટલીક વખત સ્કેલ્પમાં ફંગસ, ખોડો કે ખોટા શેમ્પુના ઉપયોગથી પણ આ સમસ્યા થઇ શકે છે. માથામાં ખંજવાળ આવવા પર પરેશાનીની સાથે શરમ પણ અનુભવવી પડે છે. વારંવાર માથામાં ખંજવાળ આવવા પર સ્કેલ્પમાં જ્વલન થાય છે અને કેટલીક વખત લોહી પણ નીકળવા લાગે છે. પંરતુ માથામાં આવતી ખંજવાળને લઇને પરેશાન થવાની જરૂરત નથી. કારણકે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તમે સહેલાઇથી ખંજવાળની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેમજ ખંજવાળ દૂર કરવાની સાથે તમે વાળની પણ સાચવણી કરી શકો છો.

ગલગોટાનું ફૂલ
આ સમસ્યાથી બચવા માટે તમે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જગ્યાએ ગલગોટાના ફુલનો ઉપયોગ કરી શકો છો. ગલગોટના ફુલ હાનિકારક મુક્ત કણોની વિરુદ્ધ રક્ષામાં મદદરૂપ ફલકોનોઇડ્સ મોટા પ્રમાણમાં હોય છે. તે સિવાય ગલગોટાના ફુલ એન્ટી ઇંફ્લેમેન્ટરી, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ માટે ઓળખવામાં આવે છે. અંહી માથામાં ખંજવાળ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આવો જોઇએ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય.

ગલગોટાના અર્કથી દૂર કરો ખંજવાળ
ગલગોટાનો અર્ક તૈયાર કરવા માટે 4 ગલગોટના ફુલસ, 500 મિલી પાણી અને અડઘા લીંબુની જરૂરિયાત છે. હવે અર્ક બનાવવા માટે પાણીમાં ગલગોટાના ફુલને મિક્સ કરીને થોડીક વખત ઉકાળી લો. હવે તે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી લો. અર્ક તૈયાર થયા બાદ, શેમ્પુથી કરતા પહેલા અર્કથી સ્કેલ્પ પર યોગ્ય રીતે મસાજ કરો. ત્યાર પછી સ્કેલ્પમાંથી ખોડો દૂર કરવા માટે તમારા વાળને સફરજન સાઇડર વિનેગરથી વાળ ધોઇ લો.

ત્યાર પછી કોઇ હળવા શેમ્પુથી વાળને દોઇને કુદરતી રીતે સૂકાવા દો. વાળમાં હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી દૂર રહો. કારણકે તેનાથી ખંજવાળ વધી શકે છે. સારુ પરિણામ મેળવવા માટે આ અર્કનો ઉપયોગ નિયમિત રીતે કરો. આ ઉપાયથી સ્કેલ્પ સોરાયસિસના લક્ષણોથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે.