ફક્ત 5 ફેશિયલ એક્સર્સાઇઝ કરીને ચહેરાને બનાવો સ્લિમ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ફક્ત 5 ફેશિયલ એક્સર્સાઇઝ કરીને ચહેરાને બનાવો સ્લિમ

ફક્ત 5 ફેશિયલ એક્સર્સાઇઝ કરીને ચહેરાને બનાવો સ્લિમ

 | 3:02 pm IST

જો લાઇન એટલે કે જડબુ. જેને દરેક લોકો પરફેક્ટ શેપમાં મેળવવા માંગે છે. કેટલીક વખત જડબાની નીચેના ભાગ પર પણ ચરબી જમા થવા લાગ છે. જેના કારણે ચહેરા પર ચરબી નજરે પડે છે. જે દેખાવમાં ખૂબ ખરાબ લાગે છે. તેમજ ચહેરાના પર ઘણી અસર જોવા મળે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો કેટલીક ટ્રીટમેન્ટનો સહારો લે છે પરંતુ કોઇ ફરક જોવા મળતો નથી તો તમે કેટલીક એવી ફેશિયલ એક્સર્સાઇઝ દ્રારા તમારી જો લાઇનને પરફેક્ટ શેપ આપી શકો છો. તો આવો જોઇએ એવી કેટલીક એક્સર્સાઇઝ અંગે જે તમારા ચહેરા પર બ્લડ સર્કુલેશનને યોગ્ય કરવા અને ચહેરા પર એકઠી થયેલી ચરબીની સમસ્યાને પણ દૂર કરે છે.

આઇબ્રો એક્સર્સાઇઝ
ફોરહેડ એટવે માથાની એક્સપસાઇજને ખૂબ મહત્વની છે. તમારી આંગળીની મદદથી વિક્ટ્રી સાઇન બનાવો અને તે બાદ આંગળીને આઇબ્રોની શરૂઆત અને અંત પર રાખીને તેની ત્વચા પર હળવું પ્રેશર આપો. તે બાદ આઇબ્રોને ઉપર નીચે કરો અને આમ આશરે 10 વખત કરો. જેનાથી ખૂબ ફરક જોવા મળેશે.

ફેસ લિફ્ટ એક્સર્સાઇઝ
કેટલીક વખત વધારે ચરબીની સમસ્યાની સાથે સાથે અપર લિપ્સની આસપાસની ત્વચા પણ ઢીલી પડી જાય છે. તેને મજબૂત બનાવવા માટે ફેસ લિફ્ટ એક્સરસાઇસ કરો. આ કસરત કરવાથી રાહત મળે છે.

ખૂબ હસવું
કહેવામાં આવે છે કે હસવાથી લોહીમાં વધારો થાય છે. તો વધારે હસવાથી ચહેરો સ્લીમ પણ રહે છે. આ કસરત કરવા માટે મોંને ધીમે ધીમે ફુલ સ્માઇલની પોજિસનમાં લાવો. તમારી સ્માઇલને સ્ટ્રેચ કરો અને આ કસરતને 10 વખત કરો.

હાથથી માથું ખેંચો
આ કસરત દ્વારા તમે મતારા માથા પર રહેલી રેખાઓને પણ ઓછી કરી શકો છો. તમારી હથેળીને આઇબ્રો પર રાખો. હવે તમારી આઇબ્રોને 30 સેકન્ડ ઉપર રાખો. તે બાદ હથેળીન મદદથી આઇબ્રોને નીચી લાવો. આમ સતત 10 વખત કરવાથી જડબા પાસે થયેલી ચરબી ઓછી થવા લાગે છે.

જડબાની કસરત
તમારા ચહેરાને સીધું રાખતા બની શકે તેટલું આગળ કરો. તેજ રીતે તમારી દાઢીને પણ આગળ લઇ જાવ. આમ પ્રક્રિયાને પણ 1 વખત જ કરવી જોઇએ. થોડાક દિવસમાં જ આ સમસ્યાથી રાહત મળી શકે છે.