લીંબુના 1 ટૂકડાથી ફાટેલી એડીની સમસ્યા થશે દૂર - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લીંબુના 1 ટૂકડાથી ફાટેલી એડીની સમસ્યા થશે દૂર

લીંબુના 1 ટૂકડાથી ફાટેલી એડીની સમસ્યા થશે દૂર

 | 6:26 pm IST

મહિલાઓ તેમના ચહેરાની સુંદરતાની સાથે – સાથે તેમની પગની ત્વચાનું પણ ખૂબ કાળજી લાગે છે. તો કેટલાક લોકોને પગમાં દુર્ગંધ આવે છે. તેમજ એડી ફાટી જવાની સાથે સ્કિન ઇંફેક્શન થવાનો પણ ડર રહે છે. તે સિવાય આખો દિવસ બહાર ચાલવા તેમજ ફરવાના કારણે પણ પગની ત્વચાને ડ્રાય થવાથી ફાટી જાય છે. એવામાં લીંબુના એક ટૂકડાથી તમે પગની દુર્ગંધથી લઇને ફાટેલી એડીની સમસ્યાને પણ દૂર કરી શકે છે. આવો જોઇએ કેવી રીતે એક લીંબુના ટૂકડાથી પગની આ સમસ્યાને દૂર કરી શકાય છે.

• રાત્રે સૂતા પહેલા લીંબુનો એક મોટો ટૂકડો કટ કરી લો. આ ટૂકડાને એડી પર મૂકીને મોંજા પહેરી લો. સવારે લીંબૂને બહાર નીકાળી લો. જેનાથી ત્વચા મુલાયમ થવાની સાથે ફાટી ગયેલી એડીની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.

• દિવસ કોઇપણ સમયે લીંબુના એક ટૂકડાને એડી પર બરાબર રગડી લો. 2 કલાક બાદ પગને નવશેકા પાણીમાં 10 મિનિટ ડૂબાડી રાખો. આમ કરવાથી પગમાંથી આવતી દુર્ગંધ દૂર થશે અને પગની ત્વચા મુલાયમ થઇ જશે.

• પાણીમાં થોડૂક મીઠું ઉમેરી તેમા લીંબુ, ગ્લિસરીન અને રોજ વોટર મિક્સ કરો. તેમા 15-20 મિનિટ સુધી પગને ડૂબાડી રાખ્યા બાદ એડીને રગડીને સાફ કરી લો. અઠવાડિયામાં ત્રણ વાર આ ઉપાય કરવાથી થોડાક સમયમાં જ તમારી ફાટેલી એડીની સમસ્યાથી રાહત મળશે તેમજ તમારા પગ મુલાયમ અને સુંદર દેખાશે.

• લીંબુના ટૂકડા પર ખાંડ ઉમેરીને તેને એડી પર લગાવો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી પગની ડેડ સ્કિન દૂર થશે અને એડી નરમ થવા લાગશે.