લાંબા સમય દેખાવું છે સુંદર તો અજમાવો માધુરીની આ બ્યુટી ટિપ્સ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લાંબા સમય દેખાવું છે સુંદર તો અજમાવો માધુરીની આ બ્યુટી ટિપ્સ

લાંબા સમય દેખાવું છે સુંદર તો અજમાવો માધુરીની આ બ્યુટી ટિપ્સ

 | 3:54 pm IST

માધુરી દીક્ષિત બોલીવુડની અદાકારાઓમાંથી એક છે. જેને તેની એક્ટિંગ, ડાન્સિંગ અને સુંદરતાથી લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. 50 વર્ષની માધુરી દીક્ષિત ખૂબ જવાન અને સુંદર દેખાય છે. ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત જેવો ડાન્સ કરવો તો મુશ્કેલ છે. પરંતુ તમે પણ તેની જેમ સુંદર દેખાઇ શકો છો. આજે અમે તમને કેટીલક બ્યુટી સિક્રેટ જણાવીશું. જે ફોલો કરીને તમે પણ માધુરીની જેમ સુંદર અને જવાન દેખાઇ શકો છો. આવો જોઇએ માધુરીના કેટલાક એવા બ્યૂટી સીક્રેટ..

• જો તમે પણ માધુરીની જેમ ત્વચાને હેલ્ધી રાખવા માંગો છો તો તમારા શરીરને મોઇશ્ચરાઇજ કરવાનું ક્યારેય ન ભુલશો. જેથી તમારી ત્વચા નરમ રહેશે.

• ગરમી હોય કે ઠંડી સુંદર દેખાવવા માટે સનસ્ક્રીનસ મોઇશ્ચરાઇજર, લિપબામનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ.

• વાળને લાંબા અને ભરાવદાર કરવા માટે હેર વોશ કરતા પહેલા વાળમાં તેલ લગાવવાનું ન ભૂલો. તેલ લગાવ્યાના કલાક પછી વાળ ધુઓ. જેથી વાળ તૂટે નહીં

• ત્વચાને અંદરથી હેલ્ધી બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ સિવાય સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ડાયેટમાં સામેલ કરો.

• તેમજ વર્કઆઉટ કરવું પણ ખૂબ જરૂરી છે. વર્કઆઉટની સાથે તમે ભરપૂર ઊંધ લો.

• કેટલીક વખત મેકઅપમાં ફક્ત આઇ લાઇનર અને લિપ ગ્લોસનો ઉપયોગ કરો છો. આ બન્ને વસ્તુઓને લગાવીને જ બહાર નીકળો.

• તે સિવાય માધુરીની ગ્લોઇંગ ત્વચાનું સૌથી મોટું રાજ છે ફક્ત ડાન્સ. જે દિલ અને પૂરી એનર્જીની સાથે ડાન્સ કરે છે. જેનાથી તેની ત્વચા પર પરસેવો નીકળે છે અને ત્વચાના રોમછિદ્રો ખુલે છે.