Beauty Navratri fashion fallow this trend
  • Home
  • Fashion & Beauty
  • નવરાત્રીમાં સુંદરતાને લઇને આ 7 વસ્તુઓનો ખૂબ ચાલી રહ્યો છે ટ્રેન્ડ

નવરાત્રીમાં સુંદરતાને લઇને આ 7 વસ્તુઓનો ખૂબ ચાલી રહ્યો છે ટ્રેન્ડ

 | 11:30 am IST

નવરાત્રિમાં ગરબા રમવાના કારણે લોકોને મળવાની પણ અનેક તક હોય છે. એવામાં તૈયાર થવા, ટ્રેન્ડી અને સ્ટાઇલિશ કપડા પહેરવાનું મહત્વ ખૂબ વધી જાય છે. તમે હંમેશા ઇચ્છો છો કે તમે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનો અને તમે પણ ફેશનેબલ કહેવાવો. તમારી આ ઇચ્છાને પુરી કરવા માટે આ નવરાત્રિનો લેટેસ્ટ ટ્રેન્ડ ખબર હોવી જોઇએ. આવો જોઇએ આ નવરાત્રિમાં કઇ વસ્તુનું વધારે ચલન છે.

1. બેકલેસ કચ્છી બ્લાઉઝ

આ નવરાત્રમાં બેકલેસ કચ્છી ભરતકામ વાલા બ્લાઉઝ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તેને સાડી તેમજ લહેંઘાની સાથે પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય આ વર્ષે નવરાત્રીમાં કેડીયાની ફેશન પણ જોર શોરથી ચાલી રહી છે. તો તેમા પણ તમે ટ્રાય કરી શકો છો.

2. હેર સ્ટાઇલ

આ નવરાત્રી પારંપારિક પરંતપ ક્લાસી લુક વાળા અંબોળા ખૂબ ચલનમાં છે. અંબો઼ડામાં તમે ફુલો લગાવવાને તમે ટ્રેન્ડ કરી રહ્યા છો.

3. ટેટૂનો ટ્રેન્ડ

બેકલેસ બ્લાઉસમાં પહેર્યા બાદ પીઠ, ગરદન તેમજ કમર પર ટેટૂ ટ્રેન્ડ કરી રહ્યા છો. તમે ઇચ્છો તો પરમેનેન્ટ તેમજ ટેમ્પરરી ટેટૂ પણ બનાવી શકો છો.

4 વોટર પ્રૂફ મેકઅપ

નવરાત્રીમાં ગરબા રમતા દરમ્યાન ખાસ કરીને કેટલાક લોકોને પરસેવાની સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે વોટરુપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરી શકો છો. આજકાલ વોટરપ્રૂફ મેકઅપનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

5. માંગ ટીક્કા

આ નવરાત્રિમાં માંગ ટીક્કો ડ્રે તમેજ લહંગાથી લઇને સાડી દરેક પર પહરેવામાં આવી રહ્યો છે.

6. બગડી અને કંદોરો

મલ્ટી કલરની બગડીઓ અને કંદોરો પણ ખૂબ ચલનમાં છે. કંદોરાને સાડી અને લહંગાની બન્નેની સાથે પહેરી શકાય છે.

7. કોલ્હાપુરી

કોલ્હાલપુરી ચંપલ અને મોજડીઓ તમારા ટ્રેડિશનલ કપડાની સાથે ખૂબ સારી લાગે છે. આ નવરાત્રીમાં તમે રાજસ્થાની કોલ્હાપુરી ફુટવેર ટ્રાય કરી રહ્યા છો જે આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે.