Beauty neem intake including spinach, will relieve hair fall problems
  • Home
  • Fashion & Beauty
  • પાલક સહિત મીઠા લીમડાના સેવનથી ખરતા વાળની સમસ્યાથી મળશે મુક્તિ

પાલક સહિત મીઠા લીમડાના સેવનથી ખરતા વાળની સમસ્યાથી મળશે મુક્તિ

 | 3:12 pm IST

શિયાળો આવતાની સાથે જ સતત વાળ ખરવા કોઇને પણ નિરાશ કરી શકે છે. જે તમારા ખાન-પાનને લઇને આવી સમસ્યાઓ થઇ શકે છે. ભરાવદાર અને મજબૂત વાળ માટે એક સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. જેનાથી તમારા વાળમાં મજબૂત અને ચમક પણ આવશે. વાળને મજબૂત બનાવવા માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. જાણો ક્યો આહાર લેવાથી ખરતા વાળની સમસ્યામાંથી તમને મુક્તિ મળી શકે છે.

પાલક

પાલકમાં રહેલા આયર્ન અને ફોલેટ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. પાલકના સેવનથી વાળ ખરતા બંધ થાય છે અને તેનો વિકાસ થાય છે. તમે પાલકને શાક તેમજ તેનુ સૂપ પણ પી શકો છો.

કેપ્સિકમ

ભરાવદાર વાળ માટે વિટામીન Cની આવશ્યકતા હોય છે. લાલ, પીળા અને લીલા કેપ્સિકમ ખાવાથી ખરતા વાળથી છૂટકારો મળે છે. કેપ્સિકમને તમે સલાડ અને શાક બન્ને રીતે આહારમાં લઇ શકો છો.

શક્કરિયા

વિટામિન અને બીટા કેરોટિન પણ વાળના વિકાસ માટે ખૂબ મહત્વનું છે. શક્કરિયા ખાવાથી તેમા રહેલા બીટા કેરોટિન વિટામીન Aમાં બદલાઇ જાય છે. જેનાથી વાળ ભરાવદાર બને છે. તેમજ વાળમાં મજબૂતાઇની સાથે ચમક પણ આવે છે .

મીઠો લીમડો

મીઠો લીમડો કરતા વાળને રોકે છે અને તમારા વાળને લાંબા કરે છે. તમે મીઠા લીમડાને તમારા ડાયેટમાં પણ સામેલ કરી શકો છો અને નારિયેલ તેલમાં મીઠા લીમડાની પેસ્ટ બનાવીને લગાવવાથી તમારા ખરતા વાળની મુશ્કેલી દૂર થાય છે.

મેથી

મેથીમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વાળાને સફેદ થવાથી રોકે છે. મેથીનું સેવન કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. તેમજ તેના પાઉડરને તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખરતા વાળથી મુશ્કેલીથી જલદીજ છૂટકારો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન