Beauty Never blackheads on face Follow 4 home remedy Tips
  • Home
  • Fashion & Beauty
  • નહીં થાય ચહેરા પર ક્યારેય બ્લેકહેડ્સ, અજમાવો આ 4 નુસખા

નહીં થાય ચહેરા પર ક્યારેય બ્લેકહેડ્સ, અજમાવો આ 4 નુસખા

 | 12:56 pm IST

બ્લેકહેડ્સ એટલે કે ચહેરાના રોમછિદ્ર ખુલી જવા અને તેમા ગંદકી એકઠી થવી. જો સમય રહેતા તેની પર ધ્યાન આપવામાં ન આવે તો તે ત્વચાની સૌથી નીચેની પરત પર જતા રહે છે. જેને નીકાળવા સહેલા નથી સાથે જ તે કાળા ડાઘની જેમ તમારા ચહેરાની સુંદરતાને ઓછી કરે છે. જેની ત્વચા ઓઇલી હોય છે તે લોકોને સામાન્ય રીતે બ્લેકહેડ્સ નાકની આસપાસના ભાગ પર થાય છે. જોકે, તે અલગ-અલગ ત્વચા પર નિર્ભર કરે છે. આવો જોઇએ કેટલાક એવા ઉપાય જેને તમે ઘરે કરીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

બેકિંગ સોડા

એક ચમચી બેકિંગ સોડામાં થોડૂક ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સ વાળા ભાગ પર લગાવી લો. થોડીક વારી રાખી મૂકો અને તેન સૂકાવવા દો. સૂકાઇ ગયા બાદ તેને હળવા હાથથી રગડીને સાદા પાણીથી ચહેરો ધોઇ લો.

ટૂથ બ્રશ

એક ટૂથબ્રશ પર થોડીક ટૂથપેસ્ટ લગાવો અને બ્લેકહેડ્સ વાળા ભાગ પર તેનાથી હળવે-હળવે બ્રશ કરો. નિયમિત આ ઉપાય કરવાથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે અને બ્લેકહેડ્સની સમસ્યાથી છૂટકારો મળશે.

મધ અને ખાંડ

મધ અને ખાંડ મિક્સ કરીને પેસ્ટ બનાવવા પર ને નેચરલ સ્ક્રબ બની જાય છે. આ પેસ્ટને બ્લેકહેડ્સ વાળી જગ્યા પર લગાવો અને આંગળીની મદદથી બે મિનિટ સુધી રગડી લો. થોડીક મિનિટ સુધી તેને લગાવી રાખો અને ત્યારપછી ચહેરાને ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન