Beauty New shoe bite problem than follow tips
  • Home
  • Fashion & Beauty
  • નવા ચંપલ પહેરવાથી થઇ ગઇ છે પગમાં ઇજા ફોલો કરો આ ઉપચાર

નવા ચંપલ પહેરવાથી થઇ ગઇ છે પગમાં ઇજા ફોલો કરો આ ઉપચાર

 | 2:50 pm IST

નવા જૂતા પહેરવા દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ કેટલીક વખત નવા જૂતા પહેરવાથી પગમાં ડંખ વાગવાની સમસ્યા થઇ જાય છે. નવા જૂતા પહેરવાથી પગમાં ઇજા કે ચાંદાને કારણે તે સમસ્યા થાય છે તે કેટલાક દિવસો સુધી દુખાવો થઇ શકે છે. પરંતુ તેનો કોઇ મતલબ નથી કે જૂતા પહેરવાના છોડી દેવા. તો આજે અમે આ સમસ્યાના કેટલાક સામાન્ય ઘરેલું નુસખા છે જેને અજમાવીને તમે પગમાં થયેલી ઇજાને સારી કરી શકો છો.

એલોવેરા જેલ
જૂતાના ડંખ વાગવા પર પગમા પડેલા ચાંદા કે ઇજા પર એલોવેરા જેલનો ઉપયોગ કરો. જૂતાના ડંખ વાગવાથી પગને ખૂબ બળતરા થવા લાગે છે. એલોવેરા જેલ લગાવવાથી બળતરા ઓછી થઇ જાય છે.

હળદર અને લીમડો
હળદરને સૌથી તાકાતવર એન્ટીબાયોટિક માનવામાં આવે છે અને લીમડો પણ એન્ટી-બાયોટિક ગુણોથી ભરપૂર છે. જો તમે આ બન્નેનો ઉપયોગ કરી કોઇ ઇજા કે ઘા પર કરવામાં આવે તો ઘા જલદી અને સહેલાઇથી સારો થઇ જાય છે. જો નવા જૂતા પહેરવાથી પગમાં ચાંદા પડી ગયા છે કે તેને ડાઘ રહી ગયા છે તો તમે હળદર અને લીમડાની પેસ્ટ લગાવી શકો છો. જેનાથી ઘા જલદી સારા થઇ જશે.

આઇસ પેક
આઇસ પેકને શૂ બાઇટ વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ આરામ મળે છે. ઇજા પર તમે આઇસ પેક રગડશો તો તેનાથી તમને બળતરા અને દુખાવાની સમસ્યા દૂર થશે.

ચોખા
જૂતાના ડંખ વાગવાથી તમે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચોખાના લોટમાં પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો અને તેને પગમાં ઇજા થઇ હોય ત્યાં લગાવી લો. તેને 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી તે સૂકાઇ જાય એટલે પગને હળવા ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી ઘા જલદી સારો થઇ જશે અને બળતરા પણ નહીં થાય.

ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા, હાઇડ્રોજન પેરાક્સાઇડ તે મેથાનોલ હોય છે જેમા ઘાને સારા કરવાના ગુણ હોય છે. શૂ બાઇટ કે નવા જૂતાને કારણે થયેલા ચાંદા પર આખી રાત ટૂથપેસ્ટ લગાવીને રાખો અને બીજા દિવસે સવારે નવશેકા પાણીથી ધોઇ લીધા પછી પેટ્રોલિયમ જેલી લગાવી દો. યાદ રાખો કે જેલ બેસ્ડ ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરો.