mind control is a virtue that man must have, it gives tremendous happiness
  • Home
  • Uncategorized
  • વ્યક્તિની શોભા તેના સૌંદર્યથી નહિં પણ હોય છે સંયમથી

વ્યક્તિની શોભા તેના સૌંદર્યથી નહિં પણ હોય છે સંયમથી

 | 5:39 pm IST

સંયમ એ વ્યક્તિની શોભા અતિ વધારો કરે છે. સંતુલિત અને સમ્યક દ્રષ્ટિ થકી સંયમ આવે છે. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે કે જીવનમાં દ્રશ્યમાન અને અદ્રશ્યમાન સમાન ભાવે જોવું એ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે આપણે વિષય રસ તરફ ઝુકી જઈએ છીએ અને તેમાં આશક્ત થઈને તેને ભોગવવવાની વૃત્તિ પાત્રતા વગર રાખીએ તો તે કેવળ દુઃખ અને દુઃખ આપે છે. જ્યારે વ્યક્તિની એ ભૂખ અતિ વધી જાય અને સંયમનો બાંઘ તૂટી જાય ત્યારે વ્યક્તિ એવું  કરી બેસે છે કે જેનાથી તેને જીવનભર પસ્તાવું પડે. આથી જ સંયમને જીવનનું ઘરેણું કહ્યું છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે જો સ્પષ્ટ ખ્યાલ હોય અને મન પર સંયમ હોય તો વ્યક્તિ આસમાનને છુએ તેટલી સફળતા પ્રાપ્ત કરે છે.

આપણું જો મન સંતુલિત અને સંયમિત હોય તો ત્યાં સુધી આપણે તણાવ અને ઉપાધીઓથી સહજતાથી મુક્ત રહીએ છીએ. જીવનમાં વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તમામ સમસ્યાઓનું કારણ અસંયમ અને તેનાથી ઉપજતો તણાવ જ છે. વર્તમાનમાં આપણે શરીર માટે નહિં પણ કેવળ મન માટે દોડીએ છીએ. મનની આ ઉડાન આકાશની જેમ અસીમ છે. જેને પૂરી કરવી અસંભવ થઈ જાય છે. સંયમના અભાવથી વ્યક્તિ અનેક બીમારીઓને  ભોગવે છે. અનેક એવી બીમારીઓ છે કે જે વાયરસ કે બેક્ટેરિયાથી નહિં પણ વ્યક્તિની આદતો અને કુટેવોને કારણે થઈ હોય છે. બ્રિટેન અને અમેરિકામાં 54 ટકા લોકોને બીમારીઓ કોઈ વાયરસ કે સંક્રમણથી નહિં પણ કેવળ માનસિક તણાવ અને અસંયમિત જીવનને કારણે થઈ હોય છે. આપણા ગ્રંથોમાં પણ મન પર સંયમ રાખવા કહેવાયું છે.

ગીતામાં  કહેવાયું છે કે મનઃ એવમ્ મનુષ્યાણામ્ બંધનઃ કારણઃ મોક્ષયો | અર્થાત માનવીનું મન જ બંધન અને મોક્ષનું  કારણ બને છે માટે સંયમ જાળવવો જોઈએ. તો ગુરુનાનક દેવે પણ સંદેશ આપ્યો છે કે વ્યક્તિએ પોતાના મનને સંયમિત અને નિયંત્રિત કરવું જોઈએ. સંયમિત મન દ્વારા જ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે.

સુવર્ણ જેવી અતિ કિંમતી ધાતુને પણ પૂરા સંયમથી આગમાં ત્યાં સુધી તપાવવામાં આવે છે જ્યાં સુધી તેમાથી તેની મલિનતા દૂર ન થઈ જાય. તે બળીને ભસ્મ થઈ જાય છે. તેથી જે વ્યક્તિ સંયમ રાખે છે તે સોનાની જેમ તપીને શુદ્ધ થઈને બહાર આવે છે તે પોતાની નજરમાંથી ક્યારેય ઉતરી જતો નથી. સંયમ બહારથી નહિં અંદરની પવિત્ર ભાવનાઓથી વિકસિત થાય છે. સત્સંગમાં  પણ સંયમનું મહત્વ છે. સંયમ જેટલો વિકસિત, સાધના એટલી જ સઘન અને પ્રભાવી હશે.

માનવીની શોભા બહારના સૌંદર્યથી નહિં પણ આંતરિક ગુણો અને સંયમથી છે. પારિવારિક ઝગડાઓ, મનમોટાવ, ભ્રષ્ટાચાર, હિંસા આ બધું જ સંયમ ન રાખવાથી વધે છે. સંયમથી દુઃખની અનુભૂતિ નથી થતી, પણ સુખની પ્રાપ્તિ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન