નાભિ પર આ 4 તેલ લગાવવાથી ત્વચાની દરેક સમસ્યા થશે દૂર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • નાભિ પર આ 4 તેલ લગાવવાથી ત્વચાની દરેક સમસ્યા થશે દૂર

નાભિ પર આ 4 તેલ લગાવવાથી ત્વચાની દરેક સમસ્યા થશે દૂર

 | 4:54 pm IST

શિયાળામાં ઠંડી હવાના કારણે ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં ઠંડી હવા અને પાણી ઓછું પીવાથી ત્વચા શૂષ્ક થઇ જાય છે. જેથી હોઠ ફાટી જવા, ત્વચાની શુષ્કતા, વાળ ખરવા, ડાઘ-ધબ્બા જેવી અન્ય સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારની ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ તેની અસર થતા વાર લાગે છે. આજે અમે તમને કેટલાક તેલ અંગે જણાવીશું જે તમે નાભિમાં લગાવી આ સમસ્યાઓને દૂર કરી શકશો. તો આવો જોઇએ કયા તેલની મદદથી ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

સરસોનું તેલ
શિયાળામાં હોઠ ફાટવાની બચાવવા માટે સરસોના તેલને નાભિમાં લગાવો. સરસોના તેલમાં ઓમેગા-3, ઓમેગા-6, ફેટી એસિડ, વિટામીન ઇ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. જે હોઠને નરમ રાખે છે. રોજ રાત્રે નાભિમાં સરસોના તેલને લગાવવાથી થોડાક દિવસમાંજ હોઠ ફાટી જવાની સમસ્યાથી રાહત મળશે.

બદામનું તેલ
બદામનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેમા રહેલા પોષક તત્વ ચહેરાની ત્વચાને મુલાયમ બનાવે છે અને ત્વચમાં પણ ચમક લાવે છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલના 3 ટીંપા નાભિમાં લગાવવાથી ત્વચાથી સંબંધિત દરેક સમસ્યાથી બચી શકાય છે.

લીમડાનું તેલ
ચહેરા પર નીકળનારા ખીલથી રાહત મેળવવા માટે નાભિમાં લીમડાનું તેલ લગાવો. લીમડાનું તેલ લગાવવાથી ખીલ નીકળવાના બંધ થઇ જશે અને તેનાથી ચહેરાની ચમકમાં પણ વધારો થશે.

લીંબુનું તેલ
લીંબુના તેલમાં વિટામિન્સ, ખનિજ પદાર્થ રહેલા છે. જે ડાઘ-ધબ્બાનો જડમૂળથી અંત લાવે છે. જે વ્યક્તિઓના ચહેરા ડાગ-ધબ્બાથી ભરેલા રહે છે તે લોકો માટે આ રામબાણ ઉપાય છે. રોજ નાભિમાં લીંબુનું તેલ લગાવવાથી ડાઘ-ધબ્બા અને ખીલથી રાહત મળે છે.