5 મિનિટમાં ચહેરા પર આવશે ચમક, અજમાવો આ ઘરેલું નુસખા - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 5 મિનિટમાં ચહેરા પર આવશે ચમક, અજમાવો આ ઘરેલું નુસખા

5 મિનિટમાં ચહેરા પર આવશે ચમક, અજમાવો આ ઘરેલું નુસખા

 | 1:59 pm IST

ખાસ કરીને આપણે કોઇ પાર્ટીમાં કે ફંકશનમાં જવું હોય છે તો તૈયાર થવા માટે આપણી પાસે વધારે સમય હોતો નથી. આ પરિસ્થિતમાં કેટલાક એવા ફેસપેક તેમજ ઘરેલું ઉપાયની જરૂરિયાત પડે છે. જેનાથી ત્વચા પર જલદી ચમક આવી જાય છે. તો આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસખા અને બ્યુટી ટિપ્સ અંગે જણાવી રહ્યા છીએ. જેનાથી તમે થોડીક જ મિનિટમાં ત્વચામાં ચમક લાવી શકો છો.

બટેટા
ત્વચા પર ચમક લાવવા માટે ખાસ કરીને લોકો બ્લીચ ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતું કુદરતી રીતે તમે તમારા ચહેરા પર ચમક લાવવા માટે આ ઉપાય કરી શકો છો. બટેટા એક પ્રકારના કુદરતી બ્લીચ છે. જેનાથી સ્કિન ટોન હળવો કરવામાં મદદ ખૂબ ફાયદો થાય છે.

મલાઇ અને હળદર
મલાઇ અને હળદરને મિકસ કરીને તમારી ત્વચા પર રગડો. 5-10 મિનિટ પછી તમારો ચહેરો ધોઇ લો. આ ઉપાયથી તમારા ચહેરા પર તરત જ ચમક આવી જશે. તે સિવાય ચહેરામાં ચમક લાવવા માટે ચંદન, ચણાનો લોટ, હળદરથી ફેસપેક બનાવીને ચહેરા પર રગડો તેનાથી સ્કિનમાં ચમક આવવાની સાથે ત્વચા મુલાયમ થઇ જશે.

ટામેટું
ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં રહેલા છે. ટામેટામાં પણ બ્લીચ ક્રીમના ગુણ રહેલા છે. ટામેટાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને બાદમાં પાણીથી ધોઇ લો. રોજ આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

પપૈયું
ચહેરા પર ચમક લાવવા માટે કાચા પપૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. પપૈયાને સમારીને તેના બીજ અલગ કરી દો. તેના પલ્પને પીસીને તેમા ગુલાબજળ મિક્સ કરી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી દો અને 15 મિનિટ પછી ચહેરાને ધોઇ લો.

તરબૂચ
તરબૂચના પલ્પને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને રાખો. 5 મિનિટ પછી ચહેરાને રગડીને સાફ કરી લો અને નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી તરત જ ચહેરા પર ચમક આવી જશે.