આ 1 દાળથી ખીલ સહિત ડાઘ-ધબ્બાથી કાયમ માટે મળશે છૂટકારો - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • આ 1 દાળથી ખીલ સહિત ડાઘ-ધબ્બાથી કાયમ માટે મળશે છૂટકારો

આ 1 દાળથી ખીલ સહિત ડાઘ-ધબ્બાથી કાયમ માટે મળશે છૂટકારો

 | 6:52 pm IST

ખાવામાં સ્વાદિષ્ટ અડદની દાળ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ મદદગાર છે. તેની મદદથી ત્વચામાં ચમક આવી શકે છે. સાથે જ ખીલની સમસ્યાને પણ ઓછી કરી શકાય છે. અડદની દાળમાં કેટલાક એવા પોષક તત્વ રહેલા છે જે ત્વચાને મુલાયમ રાખવાનું કામ કરે છે. એવામાં અડદની દાળ ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આવો જોઇએ કે સુંદર ત્વચા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ.

ખીલની સમસ્યા
ખીલની સમસ્યા અડદની દાળની મદદથી દૂર કરી શકાય છે. અડદની દાળમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે. સાથે જ તે ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરવામાં અને રોમછિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે અડધા કપ અડદની દાળને આખી રાત પલાળીને રાખો અને સવારે તેની પેસ્ટ બનાવી લો. હવે તેમા બે ચમચી ગુલાબજળ અને એક ચમચી ગ્લિસરીન તેમજ બે ચમચી બદામનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો.ત્યાર પછી તેને ઠંડા પાણીથી ધોઇ લો.

સન ટેનની સમસ્યા
અડદની દાળનો ઉપયોગ કરીને સનટેન ઓછું કરી શકાય છે. અડદની દાળમાં ડાર્ક ત્વચાનો રંગ આછો કરવાના ગુણ રહેલા છે. સનટેનની સમસ્યાને દૂર કરવા માટે અડદની દાળ ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આ સમસ્યા દૂર કરવા માટે અડદની દાળ સિવાય સફરજનના વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. જેના માટે આખી રાત પલાળેલી અડધા કપ અડદની દાળને સવારે પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે પેસ્ટમાં ત્રણ ચમચી દહીં મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર લગાવી રાખો. 15 મિનિટ ઠંડા પાણીથી ત્વચાને બરાબર ધોઇ લો.

ડાઘ-ધબ્બાની સમસ્યા
અડદની દાળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે ખીલવા ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. જેના ઉપયોગ માટે આખી રાત પલાળેલી દાળને પીસી લો અને તેમા અડધી ચમચી ચોખાનો લોટ તેમજ લીંબુના રસ ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી 15 મિનિટ આ પેસ્ટ લગાવી રાખો અને નવશેકા ગરમ પાણીથી ચહેરો ધોઇ લો. થોડાક દિવસ સતત આ રીતે કરવાથી ડાઘ-ધબ્બાની સમસ્યાથી રાહત મળી શકે છે.