Beauty Peppermint for big work for a healthy skin, Follow Tips
  • Home
  • Fashion & Beauty
  • નહીં રહે ચહેરા પર એક પણ ખીલ, આ રીતે કરો ફુદીનાથી દૂર

નહીં રહે ચહેરા પર એક પણ ખીલ, આ રીતે કરો ફુદીનાથી દૂર

 | 11:07 am IST

આજકાલ યુવતીઓ તેમની સુંદરતાને લઇને પરેશાન રહે છે. એવામાં ચહેરા પર થતા ખીલ, ડાર્કસર્કલ તેમજ ટેનિંગ સહિતની સમસ્યાથી પરેશાન રહે છે. તો એવામાં કેટલાક એવા ઉપાય છે જેનાથી તમે આ સમસ્યાઓને દૂર કરી શકો છો. જેમ દૂર કરવા માટે તમે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. ફુદીનો સ્વાસ્થ્ય સહિત ત્વચા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે.

ખીલ

ચહેરા પર થતા ખીલ બેક્ટેરિયાના કારણથી થાય છે. ફુદીનામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. ખીલ દૂર કરવા માટે તે અસરકારક હોય છે. ફુદીનામાં વિટામીન એ હોય છે. જે ત્વચા પર આવતા ઓઇલને દૂર કરવામાં મદદરૂપ હોય છે. તે ખીલને દૂર કરીને સ્કિન પોર્સને સાફ કરે છે. ફુદીનામાં સોજા ઓછા કરવાની ક્ષમતા હોય છે. તેનાથી મચ્છર કરડ્યુ હોય કે ખંજવાળ આવતી હોય તો તેના માટે પણ બેસ્ટ ઉપાય છે.

ગ્લોઇંગ ત્વચા

ફુદીનો ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તેનાથી તમારી ત્વચા સ્મૂધ અને ગ્લોઇંગ બને છે. તેમા એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. જે તમારી સ્કિનને ટ્રીટ કરીને તેને રિફ્રેશ રાખે છે. એક કેળું લઇને તેને મેશ કરી લો. તેમા ફુદીનો ઉમેરી તેને પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવી લો. આશરે 20 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી લો અને બાદમાં થોડીક વાર ધોઇ લો. સતત આ ઉપાય કરવાથી ત્વચામાં ચમક આવશે.

ટેનિંગ

ગરમીમાં ટેનિંગથી પરેશાન છો તો ફુદીનો અસરકારક ઉપાય છે. ફુદીનો તમારી સ્કિનને સારી કરવામાં મદદ કરે છે અને તમારી સ્કિન ટોન લાઇટ થઇ જાય છે. ફુદીનાના પાન, કાકડી અને થોડૂંક મધને લઇને ગ્રાઇન્ડરમાં એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અડધા કલાક ચહેરા પર લગાવો અને ઠંડા પાણીથી ધોઇ લો.

ડાર્ક સર્કલ

ફુદીનો ડાર્ક સર્કલ દૂર કરવામાં પણ મદદ કરે છે. કાકડીના રસની સાથે ફુદીનાના પાનને પીસી લો અને ડાર્ક સર્કલ પર લગાવી લો અને 15 મિનિટ બાદ તેને ધોઇ લો. સતત આ ઉપાય કરવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન