પીરિયડ્સ દરમિયાન આ રીતે તમારી ત્વચાનું ઘ્યાન રાખો,ચહેરો લાગશે સુંદર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • પીરિયડ્સ દરમિયાન આ રીતે તમારી ત્વચાનું ઘ્યાન રાખો,ચહેરો લાગશે સુંદર

પીરિયડ્સ દરમિયાન આ રીતે તમારી ત્વચાનું ઘ્યાન રાખો,ચહેરો લાગશે સુંદર

 | 4:49 pm IST

પીરિયડ્સ દરમિયાન યુવતીઓના શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. જેમા તેમની ત્વચા પર ઘણો પ્રભાવ પડે છે. તે દરમિયાન ઘણી યુવતીઓના ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. જે પીરિયડ્સ ખતમ થવા પર મટી પણ જાય છે. પરંતુ આ કારણથી ત્વચા ખરાબ અને શુષ્ક થઇ જાય છે. જેથી ક્યાય આવવા જવાનું મન કરતું અને ન તો પોતાની જાત પર કોઇ કોન્ફિડેન્સ રહે છે. આ બદલાવને તમે રોકી શકતા નથી. પરંતુ ઘણા એવા ઉપાયથી તમે તમારી ત્વચાને સુંદર જરૂરથી બનાવી શકો છો. આવો જોઇએ પીરિયડ્સમાં તમારી ત્વચાનું કેવી રીતે ધ્યાન રાખશો.

• મસાજ કરવું એ જૂની ટેકનીક છે. જેને કરવાથી ત્વચામાં બ્લડ સર્કુલેશન વધે છે. પીરિયડ્સ દરમિયાન આ રીત ઉપયોગમાં લઇ શકાય છે. તે ત્વચાની ડલનેસ અને શુષ્કતામાં આરામ અપાવશે. તમે તમારી ત્વચાને ઓલિવ ઓઇલથી મસાજ કરી શકો છો. જેથી ત્વચા હંમેશા ચમકદાર રહે છે.
• પીરિયડ્સ દરમિયાન ત્વચાના છિદ્રો બંધ થઇ જાય છે. જેનાથી બચવા તમે તમારી ત્વચાને યોગ્ય રીતે સ્ક્રબરથી સ્ક્રબ કરી શકો છો. જેથી બંધ છિદ્રો ખુલી શકે છે. જેના માટે તમારે ઓટ, લીંબુનો રસ, બ્રાઉન શુગર મિક્સ કરીને લગાવી શકો છો.
• પીરીયડ્સ દરમિયાન મહિલાઓ ફરિયાદ કરે છે કે તેની ત્વચા ડીહાઇડ્રેટ અને ખરાબ દેખાઇ રહી છે. તમે આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ પાણી પીઓ અને સ્કિન ટોનરનો પણ ઉપયોગ કરી શકો છો.
• તે સિવાય પીરિયડ્સ આવતા પહેલા ચહેરા પર બજારની બ્યુટી પ્રોડક્ટ લગાવે છે જેનાથી ખીલ થાય છે. માટે બજારની બ્યુટી પ્રોડક્ટથી દૂર રહેવું જોઇએ. આ બ્યુટી પ્રોડક્ટથી તમારી ત્વચા પર નેગેટીવ અસર પડે છે.
• ત્વચા માટે ફેસ માસ્ક ઘણું સારુ હોય છે. તમે ઇચ્છો તો બજારમાં મળી રહેલા ફેસ માસ્ક લગાવી શકો છો. તેમજ તમે ઘરે પણ આ ફેસ માસ્ક તૈયાર કરી શકો છો. ઘરે આ ફેસ માસ્ક બનાવવા માટે તમે કાકડી, એલોવેરાનો પ્રયોગ કરી શકો છો. આ ફેસ પેકથી તમારી ત્વચા પર ઘણો ગ્લો આવી શકે છે.
• જ્યારે તમે સૂઇ જાવ છો ત્યારે તમારી ત્વચા તેની ખામીને પૂર્ણ કરે છે, જેથી રાત્રે કરવામાં આવેલી ટ્રીટમેન્ટ ક્યારે ખરાબ થતી નથી.
• પીરિયડ્સ દરમિયાન આપણી ત્વચા ઘણી સંવેદનશીલ બની જાય છે. જે કોસ્મેટિક પ્રોડક્ટ પ્રતિ રિએક્ટ કરી શકે છે. જેથી તમારી ત્વચા પર ખીલ થઇ જાય છે. આ દરમિયાન ભારે મેકઅપ ન કરવો જોઇએ. હળનો મેકઅપ કરવાથી ત્વચા સારી રહે છે.