ખીલની સમસ્યાને દૂર કરવા કરો આ રામબાણ ઇલાજ - Sandesh
NIFTY 11,445.75 +10.65  |  SENSEX 37,874.18 +22.18  |  USD 70.1875 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ખીલની સમસ્યાને દૂર કરવા કરો આ રામબાણ ઇલાજ

ખીલની સમસ્યાને દૂર કરવા કરો આ રામબાણ ઇલાજ

 | 6:33 pm IST

આજકાલની ખરાબ ખાણીપીણીને કારણે કેટલાક લોકોને ચહેરા પર ખીલ થવાની સમસ્યા રહે છે. ખીલના કારણે ચહેરાની સુંદરતા ડાઘ સમાન લાગે છે. જેને સારી કરવા માટે લોકો અવનવી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. જેનાથી ખીલ દૂર થઇ જાય છે પરંતુ ચહેરા પરના નિશાન રહી જાય છે. આ સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ જેનાથી તમે ખીલ અને ડાઘથી છૂટકારો મેળવી શકો છો. સાથે તમારી ત્વચામાં ચમક આવી જશે.

– તજ અને લીંબુ ખીલ માટે સૌથી અસરકારક ઉપાય છે. તજને પીસીને તેનો પાઉડર બનાવી લો. 1/4 ચમચી પાઉડરમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. એક કલાક પછી તેને ધોઇ લો. ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

– લીંબુ નીચવ્યા પછી લીંબુની છાલને એકઠી કરી તેને સૂકવી દો. સૂકાવા પર તેને પીસી લો હવે તેમા એક ચમચી ચણાનો લોટ ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવી લો. અડધા કલાક પછી ચહેરાને બરાબર ધોઇ લો. ખીલ, કરચલી અને ડાઘ-ધબ્બાની સમસ્યાથી જલદી જ આરામ મળશે.

– સ્નાન કરતા પહેલા લીંબુને ચહેરા પર રગડો. હવે તેનો રસ સૂકાઇ જાય તે પછી સ્નાન કરી લો. ત્યાર પછી દર એક કલાક ચહેરા પર રસ લગાવતા રહો. જેથી થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

– લીંબુના રસમાં ગ્લિસરીન મિક્સ કરીને રગડવાથી ખીલની સમસ્યાથી કાયમ માટે રાહત મળે છે. તે સિવાય તેનાથી સન ટેનની સમસ્યા પણ દૂર થાય છે.

– અડધી ચમચી લીંબુના રસ અને હળદર લો. તેમા મીટુ અને એક ચમચી ગરમ પાણી મિકસ કરીને ગરમ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા પછી ચહેરાને બરાબર ધોઇ લો, ચહેરા પરથી ખીલ તેમજ તેના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

– જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે.