ખીલના કારણે નથી પહેરી શકતા બેકલેસ ડ્રેસ? તો આ Tips કરો ફોલો - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ખીલના કારણે નથી પહેરી શકતા બેકલેસ ડ્રેસ? તો આ Tips કરો ફોલો

ખીલના કારણે નથી પહેરી શકતા બેકલેસ ડ્રેસ? તો આ Tips કરો ફોલો

 | 6:46 pm IST

ખીલની સમસ્યા ઘણાં લોકોને રહે છે ત્યારે ખીલને લઇને લોકો ચહેરા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે ચહેરા પર ખીલની સમસ્યાથી પીડાતા લોકોમાંથી 2 ટકા લોકોને પીઠમાં પણ ખીલ થતા હોય છે. શરીરમાં પીઠ પર થતા ખીલને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવે છે. પીઠ પર થતા ખીલની સમસ્યા ચહેરાના ખીલની જેમ સામાન્ય હોય છે. પરંતુ હાર્ડ ત્વચા,હજારો સેબેસિયસ ગ્રંથીઓ,વધારે પ્રમાણમાં રોમ છિદ્રો,હોર્મોનલ અસંતુલન તથા તણાવ ખીલના ઉપચારને હાર્ડ બનાવી દે છે. આવો તેનાથી બચવા ઘરેલું ઉપાય જોઇએ.

પીઠ પરના ખીલ માટે ઘરેલું ટિપ્સ

સ્ક્રબ
ત્વચાને ગંદકી અને ડેડ સ્કિનથી મુક્તિ અપાવવા માટે સ્ક્રબ કરવું ખૂબ જરૂરી છે. તમે ઇચ્છો તો આ પ્રયોગ કરી શકો છો. જેનાથી રક્ત સંચાર પણ સારુ થાય છે. તમે સોલ્ટ સ્ક્રબનો પ્રયોગ કરી શકો છો. સ્નાન કર્યા બાદ એક ટીંપૂ એપ્સમ ક્ષાર અને સ્ક્રબને પીઠ પર લગાવો. થોડીક વાર મસાજ કરો. તમે આ સોલ્ટ સ્ક્રબને એક અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરી શકો છો. જો તમારો હાથ ન પહોંચે તો તમે સ્ક્રબ બ્રશનો ઉપયોગ કરી શકો છો કે પછી કોઇની પણ સહાયતા લઇ શકો છો.

તેલ મસાજ
બે-બે દિવસે તમારે પીઠની મસાજ કરવી જોઇએ. સુગંધિત તેલ જેવા, બદામ,ઓલિવ કે લેવેન્ડરનો પ્રયોગ કરો. શિયાળાની ઋતુમાં આ તેલ ઘણું લાભકારક સાબિત થાય છે.

સ્ટીમ બાથ
ગરમ પાણીથી સ્નાન કરવા પર ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. સ્ટીમ લેતા પહેલા તેની પીઠ પર તેલથી માલિશ જરૂર કરો.ખાસકરીને પીઠ પર તેલ જરૂરથી લગાવો. સ્ટામ ચેમ્બરમાં 10થી15 મિનિટ બેસવું તમારા માટે ઘણું હશે. સ્ટીમ લેવાથી શરીર પર એકઠી થયેલ ગંદકી બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકદાર થઇ જાય છે. જો તમને પીઠ પર ખીલ છે તો એક સારો એક્ને ફ્રી મેડિકલ સોપ કે બોડી વોશનો પ્રયોગ કરો.

કુદરતી ઉપાય
મુલ્તાની માટી તેમજ દહીંનુ મિશ્રણ બનાવીને તમારી પીઠ પર લગાવો. તેનાથી પીઠ પર ત્વચાના ડાઘ દુર થઇ જશે. તમે તેના માટે મુલ્તાની માટીનો ઉપોયગ કરી શકો છો. તે પહેલા તમારી પીઠની ત્વચાને જરૂરી પોષણ પણ મળશે.

ડાર્ક સ્પોટ્સ
જો તમારી પીઠ પર ડાઘ હોય તો તેને છુપાવવા માટે કંસીલરનો પ્રયોગ કરો. તેના માટે તમારે મેડિકેટેડ કંસીલરનો પ્રયોગ કરવો જોઇએ. જેનાથી પિમ્પલથી છૂટકારો મળે છે અને ડાઘ પણ દૂર થશે.

જંક ફુ઼ડને ટાળો
જો તમે પીઠના ખીલથી છૂટકારો મેળવવા માંગો છો તો જંક ફુડ ટાળો. તેનાથી ત્વચાની ચમક બરાબર રહેશે અને સ્કિન પર નિશાન પણ નહીં રહે. જંક ફૂ઼ડ ખાવાથી એક્નેની સમસ્યા વધે છે.

કરો આ ઉપાય
ચંદન અને હળદરના પાઉડરની પેસ્ટ દૂધની સાથે મિકસ કરી બનાવો. પાણીની સાથે ઘસેલું જાયફળ પણ ખીલના ઉપાયમાં કાર્યરત છે. એલોવેરાના રસનું નિયમિત સેવન કરવાથી ઘણા રોગનો અંત આવે છે. કુવારપાંઠાના રસને ત્વચા પર પણ લગાવી શકાય છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેનુ સેવન ન કરવું. રાતે સૂતા પહેલા પીઠને બરાબર સફ કરો. કાકડીના રસને હળદરમાં મિક્સ કરીને પીઠ પર લગાવો અને અડધો કલાક બાદ ધોઇ લો.