Pomegranate Your Skin Can Be Glowing, Learn How To
  • Home
  • Fashion & Beauty
  • દાડમથી તમારી ત્વચા થઇ શકે છે ધોળી દૂધ જેવી, જાણો કેવી રીતે

દાડમથી તમારી ત્વચા થઇ શકે છે ધોળી દૂધ જેવી, જાણો કેવી રીતે

 | 3:27 pm IST

ફેશનને લઇને આપણે એટલા આગળ વધી ગયા છે કે સ્ટાઇલિશ દેખાવવાની લાખે આપણે અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ, આ બ્યુટી પ્રોડક્ટથી તમે સુંદર તો દેખાવો છો પરંતુ તેનાથી તમને ઘણા નુકસાન થઇ શકે છે. તે સિવાય તમે જાણતા હશો કે દાડમના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેને ખાવાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મેળવી શકાય છે. તેને ખાવાનામાં સામેલ કરવાથી લોહીની ઉણપની સમસ્યાથી રાહત મળે છે. તો આવો જોઇએ કેટલાક ફાયદાઓ..

– ત્વચામાં થનારા ડાઘ અને પિગ્મન્ટેશનને હટાવવા માટે દાડમનો રસ લગાવી શકો છો. તેને તમે બ્લીચની જેમ ઉપયોગ કરી શકો છો. જે એક કુદરતી બ્લીચ હોય છે અને ત્વચા પરના શ્યામ ડાઘ દૂર થાય છે.

– સ્વસ્થ અને ચમકીલી ત્વચા માટે તમે દાડમના રસનો ઉપયોગ કરી શકો છો. જેના માટે દાડમના રસ, દ્રાક્ષના બીજના તેલ, કાચું પપૈયાના રસ અને દ્રાક્ષના બીજની પેસ્ટ બનાવી લો. જેનાથી ચહેરામાં ચમક આવી શકે છે.

– દાડમમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફલેમટેરી તત્વ રહેલા છે. જેથી તેમા કોઇપણ પ્રકારની ઇજા અને તેના નિશાનને ભરવાની ક્ષમતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન