Beauty Potato juice will grow twice as fast as your hair
  • Home
  • Fashion & Beauty
  • બટેટાના રસથી બમણી ઝડપથી વધશે તમારા વાળ, આ રીતે કરો ઉપયોગ

બટેટાના રસથી બમણી ઝડપથી વધશે તમારા વાળ, આ રીતે કરો ઉપયોગ

 | 12:26 pm IST

જમીનમાંથી નીકાળેલા બટેટા ખાવા માટે જ નહિ પરંતુ સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. જેના અઢળક ફાયદાઓ છે. જે અંગે ઓછા લોકો જાણે છે. આજે National Potato Day દિવસે અમે તમને જણાવીશું કે બટેટાના ખૂબ લાભ થાય છે અને તેને તમે ખાવા સિવાય કયા કામમાં ઉપયોગમાં લઇ શકો છો. બટેટા ખાવામાં સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તેના ઉપયોગથી વાળની સુંદરતા પણ વધારી શકો છો. વાળની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે વાળને સુંદર અને ચમકદાર બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બટેટાથી વાળ વધારી શકાય.

ભરાવદાર અને મુલાયમ વાળ

તમે ભરાવદાર અને મુલાયમ વાળ માટે અનેક પ્રયોગ કરો છો પરંતુ કોઇ ફરક પડતો નથી. જેના માટે સૌથી પહેલા 2-3 નંગ બટેટા લો અને તે બાદ તેને છોલી લો. હવે તેની પેસ્ટ બનાવી લો. તે બાદ આ પેસ્ટમાં મધ અને ઇંડાનો પીળો ભાગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પેસ્ટ તૈયાર થવા પર તેને વાળ પર લગાવો અને થોડીક વાર તેને સૂકવા દો તે બાદ વાળને શેમ્પુથી ધોઇ લો થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

ખોડાની સમસ્યાથી રાહત

ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે એક બે નંગ બટેટા લ અને તેને પીસીને તેનો રસ નીકાળી લો. તે બાદ આ રસમાં દહીં અને લીંબુ મિક્સ કરી લો હવે આ પેસ્ટને વાળમાં લગાવી લો. થોડીક વાર સૂકાઇ ગયા બાગ સાદા પાણી અને શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો.

લાંબા વાળ માટે

તમે લાંબા વાળ મેળવવા માંગો છો તે બે ત્રણ બટેટાનો રસ નીકાળી લો અને તેમા એક કે બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરી દો. હવે આ પેસ્ટને ત.30-40 મિનિટ રાખી મૂકો અને તે બાદ વાળને શેમ્પુની મદદથી ધોઇ લો. થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન