Beauty Put on the face all night remove dark spot
  • Home
  • Fashion & Beauty
  • આખી રાત ચહેરા પર લગાવશો આ 1 વસ્તુ તો ડાર્ક સ્પોટ થશે છૂ

આખી રાત ચહેરા પર લગાવશો આ 1 વસ્તુ તો ડાર્ક સ્પોટ થશે છૂ

 | 6:07 pm IST

ગોરા રંગમાં ગ્લો ન હોય તો સુંદરતા પણ ફીકી પડી જાય છે. યુવતીઓ તેમના ચહેરા પર ચમક રાખવા માટે કેટલીક ક્રીમ્સ તેમજ બ્યુટી ટ્રીટમેન્ટનો સહારો લે છે. એટલું જ નહીં મેકઅપ કરતા પહેલા સીરમનો ઉપયોગ કરે છે. જેથી ચહેરામાં ચમક યથાવત રહે. પરંતુ બજારમાં મળતા કેમિકલ્સ યુક્ત સીરમથી ઘણી સાઇડ ઇફેક્ટ પણ થાય છે. તો આજે અમે તમારા માટે હોમમેડ સીરમ બનાવવાની રીત લઇને આવ્યા છીએ. જેનાથી તમારી સ્કિન ગ્લો કરવાની સાથે ડાર્ક સ્પોટની સમસ્યા પણ દૂર થશે.

સામગ્રી
2 ચમચી – ઓર્ગમ તેલ
2 ચમચી – દ્રાક્ષાના બીજનું તેલ
1 ચમચી – વિટામીન ઇ ઓઇલ
5 ટીંપા – લીંબુ એસેંશિયલ ઓઇલ

સીરમ બનાવવની રીત
સૌ પ્રથમ ઓર્ગન તેલ લો. ઓર્ગન તેવ બદામમાંથી નીકાળવામાં આવે છે. તેમા દ્રાક્ષના બીજનું તેલ મિક્સ કરી લો. હવે તેમા વિટામિન ઇ તેલ અને લેમન એસેંશિયલ ઓઇલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે મિક્સ કરેલા તેલને એક ડ્રોપર બોટલમાં ભરી લો. મેકઅપ કરતા પહેલા કે સૂતા પહેલા આ સીરમના 2 ટીંપા લઇને ચહેરા પર લગાવી લો.

ફાયદા
લેમન એસેંશિયલ ઓઇલ લગાવવાથી ત્વચા પર રહેલા સ્કાર્સ, ડાઘ-ઘબ્બા તેમજ કરચલીઓ દૂર થાય છે. તેમજ વિટામીન ઇ તેલથી કરચલીઓ ગાયબ થઇ જાયસ છે. દ્રાક્ષાનાબીજના તેલમાં એન્ટી-સ્કાર્સ અને એન્ટી-માર્ક્સ પ્રોપર્ટીઝ હોય છે. ઓર્ગન તેલ લગાવવાથી ત્વચામાં ગ્લો આવવાની સાથે-સાથે ચહેરા પર રહેલા સ્કાર્સ દૂર થઇ જાય છે.