સુંદરતાની રાણીઃ મુમતાજ જહાન દેહલવી ઉર્ફે મધુબાલા! - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • સુંદરતાની રાણીઃ મુમતાજ જહાન દેહલવી ઉર્ફે મધુબાલા!

સુંદરતાની રાણીઃ મુમતાજ જહાન દેહલવી ઉર્ફે મધુબાલા!

 | 12:46 am IST

મૂડ મૂડ કે દેખઃ પાર્થ દવે

‘મધુબાલાના જીવનમાં ક્યારેય યશ અને ધનની ખોટ નહી પડે પરંતુ તેને ક્યારેય સુખ પણ નહીં મળે અને તેનું નાની ઉંમરે જ મૃત્યુ થશે.’ મધુબાલા વિષે એક મૌલવીએ આ ભવિષ્યવાણી કરી હતી. ૧૪ ફેબ્રુઆરીએ મધુબાલાની જન્મતિથિ આવે છે.

ફ્કીરની ભવિષ્યવાણી મધુબાલાના પિતા અતાઉલ્લા ખાનને અંધારામાં ઝળહળતી પ્રકાશની આશા જેવી લાગી. ત્યારે તેમણે પહેલી વખત દીકરીને ધ્યાનથી જોઈ. તેમને લાગ્યું કે દીકરી તો સાચેસાચ કોહિનૂર છે. આમ પણ તેમનું દિલ દિલ્હીમાંથી ઉઠી ગયેલું, નક્કી કર્યું કે મુંબઈ જઈશું અને મુમતાઝને ફ્લ્મિ ઉદ્યોગમાં કામ અપાવીશું.

મધુબાલાનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ દિલ્હીમાં થયો. બાળપણમાં તેનું નામ મુમતાજ જહાન દેહલવી હતું. તેના પિતાનું નામ અતાઉલ્લાહ ખાન તથા માતાનું નામ આયેશા બેગમ હતું. મધુબાલા ૧૧ ભાઈ-બેહનોમાં પાંચમા નંબરની હતી. અતાઉલ્લાહ ખાન પેશાવર સ્થિત એક તમાકુની ફેક્ટરીમાં કામ કરતા હતા. આ નોકરી ગુમાવ્યા બાદ તે દિલ્હી ગયા, જ્યાં થોડો સમય ઘોડાગાડી ચલાવવાનું કામ કર્યું અને ત્યાર બાદ મુંબઈ પહોંચ્યા, જ્યાં મુમતાજ અર્થાત મધુબાલાનો જન્મ થયો. મધુબાલાની ત્રણ બહેન અને બે ભાઈ નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા.

એક વર્ષના સંઘર્ષને અંતે તેમની દિકરી મુમતાઝને ‘બોમ્બે ટોકીઝ’માં બાળ કલાકાર તરીકે કામ મળી ગયું. વર્ષ ૧૯૪૨માં આમીય ચક્રવર્તીની રીલીઝ થયેલી મુમતાઝની પહેલી ફ્લ્મિ ‘બસંત’માં મુમતાજના અભિનયથી તે સમયની જાજરમાન અભિનેત્રી દેવિકા રાણી ખાસ્સી પ્રભાવિત થઈ. દેવિકા રાણીએ આવનારી ફ્લ્મિોમાં મુમતાઝનું નામ બદલીને ‘મધુબાલા’ કર્યું.

નવા નામ સાથે મધુબાલાએ વર્ષ ૧૯૪૪માં દિલીપ કુમાર સાથે ફ્લ્મિ ‘જ્વાર ભાટા’માં કામ કર્યુ. દિલીપ કુમાર અને મધુબાલા ફ્લ્મિના સેટ પર પહેલી વખત મળ્યા હતા, ત્યારે મધુબાલાની ઉંમર ૧૧ વર્ષની હતી. ૧૯૪૭માં કેદાર શર્માએ તેમની ફ્લ્મિ ‘નીલકમલ’મા રાજકપૂર સાથે મધુબાલાને અભિનયની તક આપી. ‘નીલકમલ’ ફ્લ્મિ એ રાજકપૂર અને મધુબાલા બેઉની લીડ રોલમાં પ્રથમ ફ્લ્મિ હતી. નીલકમલ હિટ જતા રાજકપૂર અને મધુબાલા રાતોરાત સ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. ધુબાલા થોડા જ દિવસોમાં બોમ્બે ટોકીઝનીમ પ્રસિદ્ધ કલાકાર બની ગઈ. વર્ષ ૧૯૪૯માં મધુબાલાએ અશોકકુમાર સાથે ‘બોમ્બે ટોકીઝ’ની ફ્લ્મિ ‘મહલ’માં કામ કર્યુ. ‘મહલ’ ફ્લ્મિનું લતા મંગેશકરે ગાયેલું ગીત ‘આયેગા આનેવાલા’ મધુબાલા અને લતા મંગેશકર બંને માટે ફ્ળ્યું. એકચ્યુઅલી, આ પાત્ર અગાઉ સુરૈયા ભજવવાની હતી, પરંતુ કમાલ અમરોહીએ મધુબાલા પર પસંદગી ઉતારી હતી. આગળ જતા મધુબાલાએ અશોકકુમાર, દિલીપકુમાર, દેવઆનંદ, રહેમાન જેવા તે સમયના જાણિતા અભિનેતાઓ સાથે કામ કરીને પોતાની લોકપ્રિયતામાં અનેકગણો વધારો કર્યો. દુલારી, બેકસૂર, તરાના, બાદલ, વગેરે મધુબાલાની હિટ ફ્લ્મિો રહી.

અગાઉ કહ્યું એમ મધુબાલા અને દિલીપ કુમાર ‘જ્વાર ભાટા’ ફ્લ્મિ વખતે પહેલી વાર મળ્યા. ત્યારથી જ મધુબાલા દિલીપ કુમારને મનોમન ચાહવા લાગી હતી. બી. આર. ચોપરાની ‘નયા દૌર’ના નિર્માણનું કામ શરૂ થયું, જેમાં દિલીપ કુમાર અને મધુબાલા સાથે કામ કરતા હતા. પ્રોડયુસરે કલાકારો સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો કે તેમને આઉટડોર શૂટિંગ માટે જવું પડશે. પરંતુ મધુબાલાના પિતાએ તેની ના પાડી દીધી. બી.આર.ચોપરાએ તેના પર કેસ કરી દીધો. મધુબાલાએ ફ્લ્મિ છોડી અને વૈજયંતિમાલાને સાઇન કરાઈ. દિલીપ કુમારને પ્રોડયુસરને સાથ આપવો પડયો. ‘મુગલ એ આઝમ’ના ૯ વર્ષના શૂટિંગ દરમિયાન આ પ્રેમ વધારે ગાઢ બન્યો. અને બેઉ છુટા પણ પડયા. કહે છે કે, મધુબાલાને ભારત ભુષણ, પ્રદીપ કુમાર અને કિશોર કુમાર આ ત્રણેય પાસેથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો! તે સુઝાવ માટે નરગિસ પાસે ગઈ હતી. નરગિસે ભારત ભૂષણ સાથે લગ્ન કરવાનું કહ્યું, જેઓ ત્યારે વિધુર હતા. જોકે, મધુબાલાએ પોતાની ઈચ્છા મુજબ કિશોર કુમારને પસંદ કર્યા! કિશોર કુમાર એ વખતે ડિવોર્સી હતા. મધુબાલાના પિતાએ કિશોરને કહ્યું કે, તે ઓપરેશન માટે લંડન જઈ રહી છે અને તેના આવ્યા બાદ જ તે લગ્ન કરી શકશે. મધુબાલા મૃત્યુ પહેલા લગ્ન કરવા માગતી હતી એ વાત કિશોર જાણતો હતો. વર્ષ ૧૯૬૦માં બેઉએ લગ્ન કર્યા, પરંતુ કિશોરના માતા-પિતાએ ક્યારેય મધુબાલાને સ્વીકારી ન શક્યા. મધુબાલા સાથે લગ્ન કરવા માટે કિશોર કુમારે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો.

મધુબાલાના હૃદયની બીમારી હતી અને તેની વર્ષ ૧૯૫૦થી સારવાર ચાલી રહી હતી, પરંતુ તેણે આ વાત છુપાવી રાખી હતી. લગ્ન બાદ કિશોર કુમાર અને મધુબાલા લંડન ગયા હતા. ત્યારે તેમને રોગની ગંભીરતા સમજાઈ હતી. સમય જતા કિશોરે મધુબાલાને પિતાના ઘરે પાછી મૂકી દધી હતી, એમ કહીને કે તે બહાર રહેતો હોવાથી તેની સંભાળ રાખી શક્તો નથી!

હિન્દી ફ્લ્મિના ક્રિટિક્સ મધુબાલાના અભિનય કાળને સુર્વણ કાળ કહે છે. મધુબાલા જીવનના અંતિમ દિવસોમાં પથારીવશ હતી. તે પ્રોજેક્ટર પર મુગલ-એ-આઝમ ફ્લ્મિ જોયા કરતી. એ દરમિયાન તેણે, બહેન શહીદાના કહેવા મુજબ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત પાંચસોથી વધુ વખત જોયું હશે. સુંદરતાની રાણી મધુબાલાનું મૃત્યુ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯ના રોજ માત્ર ૩૬ વર્ષની ઉંમરે મુંબઈમાં થયું

[email protected] gmail. com